Porbandar : હિરલબા જાડેજા વિરુદ્ધ વધુ એક કેસ, લાખોની છેતરપિંડીનો ગંભીર આરોપ!
- Porbandar માં હિરલબા જાડેજા વિરુદ્ધ વધુ એક કેસનો સકંજો કસાયો
- હિરલબા જાડેજા સહિત 6 શખ્સ સામે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ
- છેતરપિંડી સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ, તપાસ તેજ
- 10 ખાતામાં એક જ સરનામું, બેંક ખાતાઓનો ઉપયોગ સાઇબર ફ્રોડમાં થતો હોવાનો આરોપ
પોરબંદરમાં (Porbandar) હિરલબા જાડેજા (Hiralba Jadeja) વિરુદ્ધ વધુ એક કેસનો સકંજો કસાયો હોવાની માહિતી સામે આવી છે. હિરલબા જાડેજા સહિત 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ બાદ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં (Cyber Crime Police Station) છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. ફરિયાદમાં લાખો રૂપિયાની છેતરપિંડીનાં ગંભીર આરોપ થયા છે. આ મામલે સાઇબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.
હિરલબા જાડેજા સહિત 6 શખ્સ સામે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર જિલ્લાના (Porbandar) કુતિયાણાના MLA કાંધલ જાડેજાના (MLA Kandhal Jadeja) કાકી હિરલબા જાડેજા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમની સામે વધુ એક કેસનો સંકજો કસાયો હોવાની માહિતી છે. હિરલબા જાડેજા સહિત 6 શખ્સો વિરુદ્ધ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં છેતરપિંડી સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. ફરિયાદમાં કુલ 14 પૈકી 10 ખાતામાં એક જ સરમાનું તેમ જ આ બેંક ખાતાઓનો ઉપયોગ સાઇબર ફ્રોડ માટે થતો હોવાનો આરોપ કરાયો છે.
આ પણ વાંચો - Tiranga Yatra : ગાંધીનગર, સુરત અને રાજકોટમાં વિશાળ જનમેદની સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
ગુજરાત, કર્ણાટક, UP, તામિલનાડુમાં 7 અલગ-અલગ ફરિયાદ
ઉપરાંત, ગુજરાત, કર્ણાટક, યુ.પી. અને તામિલનાડુમાં દાખલ થયેલ 7 અલગ-અલગ ફરિયાદમાં ભોગ બનનારે ગુમાવેલ લાખો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શનનો ખુલાસો પણ ફરિયાદમાં થયો છે. જાડેજા સહિત હિતેશ ઓડેદરા, પાર્થ સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ તથા રાજુ મેર સામે પોરબંદર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. આ મામલે સાઇબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ હિરલબા જાડેજા (Hiralba Jadeja) સહિત તેમના સાગરીતો વિરુદ્ધ અપહરણ અને ખંડળીના આરોપ હેઠળ કેસ નોંધાયો હતો. જે હેઠળ હિરલબા જાડેજાની (Hiralba Jadeja ) ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વાંચો સંપૂર્ણ કાર્યક્રમ
હિરલબા જાડેજાની રૂપિયાની લેતી-દેતી-અપહરણનાં આરોપ હેઠળ ધરપકડ
અગાઉ હિરલબા જાડેજાની રૂપિયાની લેતી-દેતી અને અપહરણનાં આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદી ભનાભાઈની ઈઝરાયલ (Israel) સ્થિત પુત્રી દ્વારા ગંભીર આરોપ કરાયા હતા કે હિરલબા જાડેજા અને તેમનાં સાગરીતો દ્વારા ભના ઓડેદરા અને તેમના જમાઈ અને દીકરા રણજીતનું અપહરણ કરાયું હતું. ઇઝરાયેલ સ્થિતિ લીલુ ઓડેદરા લીધેલ 70 લાખ કાઢવા મામલે આ અપહરણ કરાયું હોવાનો આરોપ થયો હતો. આરોપીઓએ ત્રણેનું અપહરણ કરીને એક બંગલામાં ગોંધી રાખ્યાનો પણ આક્ષેપ થયો હતો. જમીન, પ્લોટ, દાગીના આપવા બાબતે દબાણ કરાયાનો પણ આરોપ થયો હતો. ફરિયાદના આધારે પોલીસે હીરલબાની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો - Gujarat Govt. કરશે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી, જાણી લો રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ