Porbandar : હિરલબા જાડેજા સામે વધુ એક ફરિયાદ, વ્યાજખોરીના કેસમાં રિમાન્ડ મંજૂર
- પોરબંદરનાં કુખ્યાત હિરલબા જાડેજા રિમાન્ડ પર (Porbandar)
- વ્યાજખોરીનાં કેસમાં હિરલબાનાં એક દિવસનાં રિમાન્ડ મંજૂર
- 75 લાખની મુદ્દલ પર 4 કરોડથી વધુ વસુલવાનો આરોપ
- કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ
Porbandar : પોરબંદર જિલ્લામાંથી મોટા સમાચાર આવ્યા છે. હિરલબા જાડેજા (Hiralba Jadeja) વિરુદ્ધ 75 લાખની મુદ્દલ સામે 4 કરોડથી વધુ વસુલવાનાં આરોપ સાથે વધુ એક ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં (Kamalbagh Police Station) નોંધાઈ છે. પોરબંદર પોલીસે ગઈકાલે હીરલાબાનો કબજો મેળવ્યો હતો. ત્યારે આજે વ્યાજખોરીનાં કેસમાં તેમના એક દિવસનાં રિમાન્ડ મંજૂર થયા છે.
આ પણ વાંચો - Junagadh : ભવનાથ મંદિરનાં મહંતની મુદ્દત કાલે થશે પૂર્ણ, ગુરૂ-શિષ્યની પરંપરા મુજબ નિમણૂક થાય તેવી માગ
75 લાખની મુદ્દલ પર 4 કરોડથી વધુ વસુલવાનો આરોપ
પોરબંદરમાં અગાઉ હિરલબા જાડેજા (Hiralba Jadeja) અને તેમનાં સાગરીતો વિરુદ્ધ રૂપિયાની લેતી-દેતી, અપહરણ સહિતનાં ગંભીર આરોપ સાથે ફરિયાદ થતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે વધુ એક ફરિયાદ હિરલબા જાડેજા સામે થઈ છે, જેમાં રૂ. 75 લાખની મુદ્દલ પર 4 કરોડથી વધુ વસુલવાનો આરોપ થયો છે. આ ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ફરિયાદ જુનાગઢની જેલમાં (Junagadh Jail) બંધ કુખ્યાત હિરલબા જાડેજાનો ગઈકાલે પોરબંદર પોલીસે કબજો મેળવ્યો હતો.
આ પણ વાંચો - US Tariff on India : ભારત પર શું થશે અસર ? Gujarat first પર નિષ્ણાતો, ઉદ્યોગપતિઓએ આપી પ્રતિક્રિયા
વ્યાજખોરીનાં કેસમાં હિરલબાનાં એક દિવસનાં રિમાન્ડ મંજૂર
આજે પોરબંદર પોલીસે (Porbandar Police) હિરલબા જાડેજાને જજ સમક્ષ રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગ કરી હતી. ત્યારે કોર્ટ દ્વારા એક દિવસનાં રિમાન્ડની મંજૂરી અપાઈ છે. જણાવી દઈએ કે, અગાઉ પણ હિરલબા વિરુદ્ધ સાઇબર ફ્રોડની (Cyber Fraud) ફરિયાદ થતાં પોરબંદર પોલીસે જેલમાંથી તેમનો કબજો લઈ કોર્ટમાં રજૂ કર્યા હતા. અગાઉ પોલીસે 10 દિવસનાં રિમાન્ડની માગ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો - Bharuch : 6 હાઈ માસ્ટ લાઇટિંગ અને 32 આઇકોનિક પોલમાં ગોબાચારી, 5 નોટિસો બાદ કોન્ટ્રાક્ટરે ભૂલ સ્વીકારી