Porbandar : હિરલબા જાડેજાનાં સાગરીતો સામે કસાયો સકંજો! મુંબઈ એરપોર્ટથી ઝડપાયો વિજય ભીમા
- Porbandar માં અપહરણ અને ખંડળી કેસનો મામલો
- હિરલબા જાડેજા સહિત સાગરીતો સામે પોલીસ તપાસ તેજ
- મુખ્ય સાગરીત વિજય ભીમાને પોરબંદર પોલીસે મુંબઈથી ઝડપ્યો
- વિજય ભીમા મુંબઇથી વિદેશ જવાની ફિરાકમાં હતો
- પોલીસને બાતમી મળતા મુંબઈ એરપોર્ટ નજીકથી ઝડપી લીધો
પોરબંદરમાં (Porbandar) અપહરણ અને ખંડળી કેસ મામલે મોટા સમાચાર આવ્યા છે. હિરલબા જાડેજા (Hiralba Jadeja) સહિત તેમના સાગરીતો વિરુદ્ધ પોલીસ તપાસ તેજ થઈ છે. મુખ્ય સાગરીત વિજય ભીમાને (Vijay Bhima) પોરબંદર પોલીસે મુંબઈથી ઝડપી લીધો છે. આરોપી વિજય ભીમા મુંબઇથી વિદેશ જવાની ફિરાકમાં હતો જો કે તે પહેલા પોલીસે મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી છે. બીજી તરફ આરોપી હિરલબા જાડેજાને ફરી સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જતાં બ્લડ પ્રેશર વધારે આવ્યું હતું.
આ પણ વાંચો - Gujarat Police : PSI ની ભરતી અંગે પોલીસ ભરતી બોર્ડનો મોટો ખુલાસો! ઉમેદવારોને કર્યું સૂચન
આરોપી વિજય ભીમા મુંબઈથી વિદેશ જવાની ફિરાકમાં હતો
પોરબંદરમાં (Porbandar) અપહરણ અને ખંડળી કેસમાં હિરલબા જાડેજાની (Hiralba Jadeja ) ધરપકડ બાદ તેમનાં સાગરીતો સામે પણ પોલીસે સકંજો કસ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર પોલીસે આજે હિરલબાના મુખ્ય સાગરીત એવા વિજય ભીમાને મુંબઈ એરપોર્ટથી ઝડપી લીધો છે. આરોપી વિજય ભીમા મુંબઈથી વિદેશ જવાની ફિરાકમાં હતો. જો કે, તે પહેલા પોલીસે તેણે દબોચી લીધો છે. વિજય ભીમાની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી વકી છે. બીજી તરફ આજે હિરલબા જાડેજાને ફરી સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. માહિતી અનુસાર, મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જતા બ્લડ પ્રેશર વધારે આવ્યું હતું. આથી, ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ પહેલા તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડાયાં હતાં. જો કે, તબિયતમાં સુધારો થતાં ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચો - Chandola Lake Demolition : કુખ્યાત લલ્લા બિહારીનાં રિમાન્ડ મંજૂર, જાણો ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં શું કરી રજૂઆત?
હિરલબા જાડેજાની રૂપિયાની લેતી-દેતી-અપહરણનાં આરોપ હેઠળ ધરપકડ થઈ
પોરબંદર જિલ્લાનાં કુતિયાણાના MLA કાંધલ જાડેજાના (MLA Kandhal Jadeja) કાકી હિરલબા જાડેજાની રૂપિયાની લેતી-દેતી અને અપહરણનાં આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદી ભનાભાઈની ઈઝરાયલ (Israel) સ્થિત પુત્રી દ્વારા ગંભીર આરોપ કરાયા હતા કે હિરલબા જાડેજા અને તેમનાં સાગરીતો દ્વારા ભના ઓડેદરા અને તેમના જમાઈ અને દીકરા રણજીતનું અપહરણ કરાયું હતું. ઇઝરાયેલ સ્થિતિ લીલુ ઓડેદરા લીધેલ 70 લાખ કાઢવા મામલે આ અપહરણ કરાયું હોવાનો આરોપ થયો હતો. આરોપીઓએ ત્રણેનું અપહરણ કરીને એક બંગલામાં ગોંધી રાખ્યાનો પણ આક્ષેપ થયો હતો. જમીન, પ્લોટ, દાગીના આપવા બાબતે દબાણ કરાયાનો પણ આરોપ થયો હતો. ફરિયાદના આધારે પોલીસે હીરલબાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Gandhinagar સિવિલમાં યુ.એન. મહેતા હોસ્પિટલનું 96 બેડ ધરાવતું હાર્ટ યુનિટ કાર્યરત થશે