Porbandar : હીરલબા જાડેજા રિમાન્ડ મંજૂર, નિવાસસ્થાને મારામારીનાં CCTV વાઇરલ થતાં ચકચાર!
- સાઇબર ફ્રોડ કેસમાં હીરલબા જાડેજા રિમાન્ડ પર (Porbandar)
- હિરલબા જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
- હીરલબા જાડેજાના નિવાસ સ્થાનને મારામારીનાં CCTV વાઇરલ
- હીરલબા તથા તેના માણસો માર મારતા હોય તેવા CCTV આવ્યા સામે
પોરબંદરમાં (Porbandar) હિરલબા જાડેજા (Hiralba Jadeja) વિરુદ્ધ રૂપિયાની લેતી-દેતી, અપહરણ અને સાઇબર ફ્રોડ સહિતનાં આરોપ થયા છે. પોરબંદર પોલીસે જેલમાંથી કબજો લઈ સાઇબર ક્રાઇમ ગુનામાં હીરલબા જાડેજા અને સાગરીત હિતેશ ઓડદરાની ધરપકડ કરી પોરબંદરની કોર્ટમાં 10 દિવસનાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ હીરલબા જાડેજાનાં નિવાસ સ્થાને થયેલ મારામારીનાં CCTV ફૂટેજ પણ વાઇરલ થયા છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો -Porbandar : હિરલબા જાડેજા વિરુદ્ધ વધુ એક કેસ, લાખોની છેતરપિંડીનો ગંભીર આરોપ!
હિરલબા જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
પોરબંદરમાં સાઇબર ફ્રોડ કેસમાં હિરલબા જાડેજાનાં (Hiralba Jadeja) 2 દિવસનાં રિમાન્ડ મંજૂર થયા છે. માહિતી અનુસાર, પોરબંદર પોલીસે (Porbandar Police) હિરલબા જાડેજાનો જૂનાગઢ (Junagadh) જેલમાંથી કબ્જો લીધો હતો જ્યારે સાગરીત હિતેશ ઓડેદરાનો પણ ગઈકાલે કબ્જો લીધો હતો. પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે 10 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે 2 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ પોરબંદર પોલીસે કરોડનાં સાઇબર ફ્રોડની ફરિયાદ નોંધી હતી. હિરલબા અને તેમના સાગરીતો પર સાઇબર ફ્રોડ (Cyber fraud) રેકેટ ચલાવવાનો આરોપ થયો હતો.
-હીરલબા જાડેજાના નિવાસ સ્થાનના મારામારીના CCTV વાયરલ
-હીરલબા તથા તેના માણસો માર મારતા હોય તેવા CCTV
-મારામારીના CCTV વાયરલ થતા પોરબંદરમાં ભારે ચકચાર
-CCTV પર દેખાતી તારીખ મુજબ વર્ષ 2022ના હોવાનું જણાયું#Gujarat #Porbandar #HiralbaJadeja #CCTVFootage #ViralVideo… pic.twitter.com/LBRMNDx1LZ— Gujarat First (@GujaratFirst) May 21, 2025
આ પણ વાંચો -Porbandar : હિરલબા જાડેજાનાં સાગરીતો સામે કસાયો સકંજો! મુંબઈ એરપોર્ટથી ઝડપાયો વિજય ભીમા
હીરલબા જાડેજાના નિવાસ સ્થાનને મારામારીનાં CCTV વાઇરલ
બીજી તરફ હીરલબા જાડેજાનાં (Hiralba Jadeja) નિવાસ સ્થાને થયેલ મારામારીનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. હીરલબા જાડેજા તથા તેમના માણસો કેટલાક લોકોને મારતા હોય તેવા વીડિયો વાઇરલ થયા છે. વાઇરલ CCTV ફૂટેજ પર દેખાતી તારીખ મુજબ વર્ષ 2022 હોવાનું જણાય રહ્યું છે. આ CCTV ફૂટેજ વાઇરલ થતાં પોરબંદરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો -Tapi : ધાર્મિક વિધિના નામે છેતરપિંડી કરનાર ઢોંગી તાંત્રિક ઝડપાયો, 1ને વોન્ટેડ જાહેર કરાયો