Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbandar : કુતિયાણા ઉપપ્રમુખ કાના જાડેજા સામે જમીન પચાવી પાડવાની અરજી મામલે નવો વળાંક

પોલીસને ખોટી માહિતી આપનાર વિરુદ્ધ ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.
porbandar   કુતિયાણા ઉપપ્રમુખ કાના જાડેજા સામે જમીન પચાવી પાડવાની અરજી મામલે નવો વળાંક
Advertisement
  1. કુતિયાણાનાં ઉપપ્રમુખ કાના જાડેજા વિરુદ્ધ ફરિયાદનો મામલો (Porbandar)
  2. જમીન પચાવી પાડવાની અરજી મામલે નવો વળાંક
  3. પોલીસને ખોટી માહિતી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ
  4. જીવીબેન વિરુદ્ધ ઉધોગનગર પો. સ્ટેશનમાં ગુનો દાખલ
  5. અગાઉ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો

પોરબંદરમાં (Porbandar) કુતિયાણાનાં ઉપપ્રમુખ કાના જાડેજા (Kana Jadeja) વિરુદ્ધ ફરિયાદ મામલે મોટા સમાચાર આવ્યા છે. જમીન પચાવી પાડવાની અરજી મામલે હવે નવો વળાંક આવ્યો છે. પોલીસને ખોટી માહિતી આપનાર વિરુદ્ધ ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરી ગંભીર આક્ષેપ કર્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Panchkula: પંચકૂલામાં એક જ પરિવારના 7 સભ્યોની કર્યો સામૂહિક આપઘાત

Advertisement

MLA કાંધલ જાડેજાના ભાઈ કાના વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા

કુતિયાણાનાં (Kutiyana) ઉપ્રમુખ કાના જાડેજા વિરુદ્ધ જમીન પચાવી પાડવા અંગે થયેલી અરજી મામલે હવે નવો વળાંક આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને (Porbandar Police) ખોટી માહિતી આપનાર જીવીબેન મોઢવાડિયા (Giviben Modhwadia) વિરુદ્ધ ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપ અનુસાર, થોડા દિવસો પહેલા જીવીબેન મોઢવાડિયાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયો હતો, જેમાં ધારાસભ્ય કાંધલ જાડેજાનાં (MLA Kandhal Jadeja) ભાઈ કાના જાડેજા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Porbandar : 5 થી 6 યુવાન દરિયામાં નહાવા ગયા, અચાનક એક ઊંડા પાણીમાં ખેંચાયો, થયું મોત

જમીન વેચી તેના પૈસા પડાવી લેવાનાં કર્યા હતા આક્ષેપ

આ વાઇરલ વીડિયોમાં દોઢથી બે કરોડની જમીન રૂ. 80 લાખમાં કાના જાડેજાને વેચી દીધા બાદ પૈસા ખાતામાં નાખી દીધા બાદ ઘરેથી લઈ જઈ ખાતામાંથી રકમ ઉપાડી લેતા હોવાનો આક્ષેપ જીવીબેન મોઢવાડિયાએ કર્યો હતો. ફટાણા ગામની જમીન કાના જાડેજા સહિત ત્રણ લોકોએ પચાવી પાડી હોવાનાં આક્ષેપો સાથે ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં (Udhognagar Police Station) અરજી થઈ હતી. જો કે, જીવીબેન મોઢવાડિયાએ 26 મેનાં રોજ નવી અરજી કરી ગેરસમજ થઈ અને અમને રકમ મળી ગઈ હોવાનું અરજીમાં જણાવ્યું છે. આથી, ઉધોગનગર પોલીસને ખોટી માહિતી આપવા બદલ જીવીબેન મોઢવાડિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gondal : વિવાદિત યુટ્યુબર બન્ની ગજેરા પ્રકરણમાં બદલી થયાની ચર્ચા!

Tags :
Advertisement

.

×