Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેનેડામાં ગુજરાતીયોની સુરક્ષાને લઈને સવાલ, સુરતના યુવકની ચાકૂ મારીને હત્યા

સુરતના 29 વર્ષીય ધર્મેશ કથિરિયાની હત્યા ઓટાવાના રોકલેન્ડના લાલોન્દેમાં બની ઘટના ભારતીય દૂતાવાસે હત્યા અંગે દુ:ખ વ્યક્ત કર્યુ કેનેડામાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને ફરીથી સવાલ ઉભા થયા છે. કેનેડાના ઓટાવામાં એક ગુજરાતી યુવકની ચાકૂ મારીને ઘાતકી હત્યા કરવામાં આવી...
કેનેડામાં ગુજરાતીયોની સુરક્ષાને લઈને સવાલ  સુરતના યુવકની ચાકૂ મારીને હત્યા
Advertisement
  • સુરતના 29 વર્ષીય ધર્મેશ કથિરિયાની હત્યા
  • ઓટાવાના રોકલેન્ડના લાલોન્દેમાં બની ઘટના
  • ભારતીય દૂતાવાસે હત્યા અંગે દુ:ખ વ્યક્ત કર્યુ

કેનેડામાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને ફરીથી સવાલ ઉભા થયા છે. કેનેડાના ઓટાવામાં એક ગુજરાતી યુવકની ચાકૂ મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. મૂળ સુરતના 29 વર્ષીય ધર્મેશ કથિરિયા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. હત્યાની આ ઘટના ઓટાવાના રોકલેન્ડના લાલોન્દે સ્ટ્રીટમાં બની હતી. હત્યાની ઘટના અંગે ભારતીય દૂતાવાસે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કહે ભારતીય નાગરિકના દુ:ખદ મૃત્યુથી અમે દુ:ખી છીએ. અમે સ્થાનિક સમુદાય સંગઠનના સંપર્કમાં છીએ.

Advertisement

ધર્મેશ પોતાના પરિવારમાં કમાનારો એકમાત્ર વ્યક્તિ હતો

હત્યામાં સામેલ એક શંકાસ્પદ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ધર્મેશની હત્યા કયા કારણોસર કરવામાં આવી તેને લઈને તપાસ ચાલી રહી છે. પરંતુ એક વાત એ પણ સામે આવી છે કે ધર્મેશ કથિરિયા રેસિઝમ અથવા હેટ ક્રાઈમનો શિકાર બન્યો હોય. મૃતક યુવક ધર્મેશના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. તે 2019માં સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો અને હાલ તે વર્ક પરમિટ પર એક રેસ્ટોરામાં મેનેજર તરીકે કામ કરતો હતો. સ્થાનિક ભારતીય સમુદાય દ્વારા ધર્મેશના મૃતદેહને વતન મોકલવા માટે ક્રાઉડફંડિંગ કરવામાં આવ્યું છે. આશાસ્પદ યુવકના મોતથી પરિવાર નોંધારી અવસ્થામાં આવી ગયો છે. કારણ કે ધર્મેશ પોતાના પરિવારમાં કમાનારો એકમાત્ર વ્યક્તિ હતો.

Advertisement

એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક વ્યક્તિની ધરપકડ ક

આ હત્યા અંગે સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સવારે ક્લેરેન્સ-રોકલેન્ડમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, એ સ્પષ્ટ નથી કે આ એ જ ઘટના છે જેનો ઉલ્લેખ ભારતીય દૂતાવાસે પોતાની પોસ્ટમાં કર્યો છે કે નહીં. છરાબાજીની ઘટના બાદથી વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે; દરેક જગ્યાએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભારતીય દૂતાવાસની દખલગીરી બાદ પોલીસ આ મામલે વધુ કડક બની ગઈ છે. આથી જ હુમલાખોરે યુવકને કેમ નિશાન બનાવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે, એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે ભૂતકાળની કોઈ દુશ્મનાવટ છે કે બીજું કંઈક. પોલીસ ટીમ દરેક દ્રષ્ટિકોણથી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Ambani પરિવારનું દ્વારકામાં સ્વાગત : પદયાત્રાના છેલ્લા દિવસે અનંતની સાથે પત્ની અને માતા જોડાયા

Tags :
Advertisement

.

×