ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : શાળા સંચાલકનાં અંગતપળોનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપનારા 3 બોગસ પત્રકાર ઝડપાયા

સ્કૂલ ચેમ્બરનાં CCTV ફૂટેજ મેળવી શાળા સંચાલકને બ્લેકમેલ કરી અગંતપળોનો વીડિયો વાઇરલ ન કરવા માટે રૂ. 25 લાખની માગ કરી હતી.
08:41 PM May 22, 2025 IST | Vipul Sen
સ્કૂલ ચેમ્બરનાં CCTV ફૂટેજ મેળવી શાળા સંચાલકને બ્લેકમેલ કરી અગંતપળોનો વીડિયો વાઇરલ ન કરવા માટે રૂ. 25 લાખની માગ કરી હતી.
Rajkot_Gujarat_first
  1. Rajkot માં ત્રણ બોગસ પત્રકારની ધરપકડ, કોર્ટમાં રજૂ કરાયા
  2. 2 પત્રકાર સહિત 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા, 1 દિવસનાં રિમાન્ડ મંજૂર
  3. સ્કૂલ સંચાલકનાં અંગતપળોનાં વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી
  4. ધમકી આપી શાળા સંચાલક પાસેથી 25 લાખની ખંડણી માગી હતી
    સ્કૂલની ચેમ્બરનાં CCTV ફૂટેજ મેળવી બ્લેકમેઈલ કરતા હતા

રાજકોટમાં (Rajkot) ત્રણ બોગસ પત્રકારની ધરપકડ બાદ 2 પત્રકાર સહિત 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે 1 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓએ ગાંધીગ્રામ વિસ્તાર ખાતે આવેલી સ્કૂલનાં સંચાલકને અંગતપળોનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને રૂ. 25 લાખની ખંડણી માગી હોવાનો આક્ષેપ છે. આ મામલે સ્કૂલનાં સંચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - S G Highway પર ફૂટબોલ ખેલાડીને ટક્કર મારી કોમામાં ધકેલનારો પોલીસ પુત્ર કેવી રીતે ઓળખાયો ?

સ્કૂલ સંચાલકનાં અંગતપળોનાં વીડિયો વાઇરલ કરવા ધમકી આપી, 25 લાખ માંગ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે (Rajkot Crime Branch) સ્કૂલ સંચાલકની ફરિયાદ બાદ 3 બોગસ પત્રકારોની ધરપકડ કરી હતી. આરોપ છે કે, ગાંધીગ્રામ વિસ્તારની નિધિ સ્કૂલનાં સંચાલક પાસે આરોપીઓએ રૂ. 25 લાખની ખંડણી માગી હતી. સ્કૂલ ચેમ્બરનાં CCTV ફૂટેજ મેળવી શાળા સંચાલકને બ્લેકમેલ કરી અગંતપળોનો વીડિયો વાઇરલ ન કરવા માટે રૂ. 25 લાખની માગ કરી હતી. સોશિયલ રિપોર્ટ નામેથી સમાચાર ચલાવતાં આશિષ ડાભીએ એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકી સાગરીતો મારફતે ખંડણી માંગી હતી અને પૈસા નહીં આપે તો અન્ય વીડિયો વાઇરલ કરવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો - Alpesh Kathiria : અલ્પેશ કથીરિયાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત, કરી આ રજૂઆત

કોર્ટે આરોપીઓનાં 1 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા

જો કે, આ મામલે શાળા સંચાલકે ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે (Rajkot Crime Branch) ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર આશિષ ડાભી, એજાજ ગોરી અને ધર્મેશ દોશી સહિતનાં શખ્સોની ધરપકડ કરી હતી. આજે 2 પત્રકાર સહિત 3 આરોપીઓને કોર્ટમાં (Rajkot Court) રજૂ કરાયા હતા અને રિમાન્ડની માગ કરાઈ હતી. કોર્ટે 1 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. માહિતી અનુસાર, આશીષ ડાભીએ પોતાનાં સાગરીત મારફતે સ્કૂલની ચેમ્બરનાં સીસીટીવી ફૂટેજ મેળવી સમગ્ર કાંડ ઘડ્યો હતો. આખા પ્રકરણ મામલે CCTV આપનાર શખ્સની શોધખોળ કરાઈ રહી છે.

આ પણ વાંચો - Banas Dairy : પશુપાલકો આનંદો..! આવ્યા ખુશીનાં મોટા સમાચાર

Tags :
Bogus JournalistsCctv FootageCrime NewsGandhigramGUJARAT FIRST NEWSRajkot COURTRajkot Crime BranchRansomSocial Report ChannalTop Gujarati News
Next Article