Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : સમૂહ લગ્નના નામે છેતરપીંડીના મામલે વધુ એક અયોજકની ધરપકડ

ગઈકાલે રાત્રે દિલીપ ગિરધરલાલ વરસડા નામના અયોજકની ધરપકડ કરાઇ
rajkot    સમૂહ લગ્નના નામે છેતરપીંડીના મામલે વધુ એક અયોજકની ધરપકડ
Advertisement
  • ગઈકાલે રાત્રે દિલીપ ગિરધરલાલ વરસડા નામના અયોજકની ધરપકડ
  • સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વીચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબુલ્યુ
  • પોલીસે પહેલા લગ્ન કરાવ્યા અને હવે આરોપીઓને પણ ઝડપી પાડ્યા

Rajkot : સમૂહ લગ્નના નામે છેતરપીંડીના મામલે સમૂહ લગ્નના વધુ એક અયોજકની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે દિલીપ ગિરધરલાલ વરસડા નામના અયોજકની ધરપકડ કરાઇ છે. જેમાં પ્રદ્યુમનનગર પોલીસે આ ધરપકડ કરી છે. તેમજ પૂછપરછમાં ચારેય આયોજકોએ પોતે માત્ર પોતાનું નામ થાય તે માટે આ કાર્યક્રમમાં જોડાયા હોવાનું રટણ કર્યું છે. તેમજ ચારેય આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા.

Advertisement

સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વીચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબુલ્યુ

સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વીચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબુલ્યુ છે. તેમજ ઝડપાયેલા ચારેય આરોપીઓ સાચું બોલે છે કે નહીં તે ચંદ્રેશ છત્રોલા ઝડપાયા પછી ખુલાસો થશે. રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કુલ 28 યુગલોના લગ્ન કરવા માટે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપેલા સમય પ્રમાણે જાન લઈને વરપક્ષ વાળા અને કન્યા પક્ષાના લોકો આવી પણ ગયાં હતા. પરંતુ આયોજકો ફરાર થઈ ગયાં હોવાની વિગતો સામે આવી હતી. જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, હજી આ છેતરપીંડીનો મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા હજી પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

પોલીસે પહેલા લગ્ન કરાવ્યા અને હવે આરોપીઓને પણ ઝડપી પાડ્યા

નોંધનીય છે કે, આ છેતરપીંડી મુદ્દે 4 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી દિલીપ ગોહિલ, દિપક હીરાણી અને મનીષ વિઠ્ઠલાપરાની અટકાયત કરવામાં આવી છે. જો કે, મુખ્ય આરોપી જેના બીજેપીનો કાર્યકર્તા હોવાનું ચર્ચાઈ રહ્યું છે તે હજી પણ પોલીસની પકડમાં આવ્યો નથી. મળતી વિગતો પ્રમાણે ટૂંક સમયમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

છેતરપીંડીનો મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા હજી પણ ફરાર

સમૂહ લગ્નમાં આવેલા વરઘોડિયાઓની આંખમાં આંસુ જોવા મળ્યાં હતા. તેમની વેદનના આંખોથી છલકાઈ રહીં હતી. જો કે, બાદમાં રાજકોટ પોલીસે આવીને સમૂહ લગ્ન કરાવ્યાં પણ ખરા પરંતુ ફરાર આરોપીઓનું શું? આ અંગે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મૂળ વાત તો એ છે કે, સમૂહ લગ્નના મુખ્ય આયોજકનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે. લોકોથી બચવા ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું પણ સામે આવ્યું હતું, પરંતુ અત્યારે તે પણ ફરાર હોવાનું સામે આવ્યું છે. અન્ય 4 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Flying Car Video : અમેરિકાએ બનાવી દુનિયાની પહેલી ઉડતી કાર, લોન્ચ પહેલા જ હજારો યુનિટ વેચાઈ ગયા

Tags :
Advertisement

.

×