Rajkot : સેક્સ પાવર વધારવા ઉત્તેજક દવાઓનું ગેરકાયદે વેચાણ કરતું કોલ સેન્ટર ઝડપાયું, 9 ની ધરપકડ
ઉત્તેજક દવાઓનાં વેચાણ બાબતે ધમકીભર્યા ફોન કરી ફરજિયાત ખરીદ કરવા દબાણ કરતા હતા.
Advertisement
- Rajkot ના ભાયાવદરમાં ગેરકાયદે સેક્સ પાવર વર્ધક દવાનું વેચાણ!
- સેક્સ પાવર વધારવા માટે ગેરકાયદેસર દવાઓનું વેચાણ કરતું કોલ સેન્ટર ઝડપાયું
- ભાયાવદર પોલીસે 9 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
- સેક્સ પાવર વધારવાની દવાનું ઓનલાઇન વેચાણ કરતા હતા
- 4000 લોકોનું લીસ્ટ મળ્યું જે અંગે પોલીસ દ્વારા તપાસ
Rajkot : રાજકોટ ગ્રામ્યનાં ભાયાવદર પોલીસ સ્ટેશન (Bhayavadar Police Station) વિસ્તારમાં સેક્સ પાવર વધારવા કોલ સેન્ટર (Call Center) ઝડપાયું છે. આરોપીઓ સેકસ પાવર વધારવા માટે દવાઓનું ઓનલાઇન વેચાણ કરતા હતા. લિંકમાં ફોન નંબર કે એડ્રેસ લઈ પોતાને ડોક્ટર કે MR ગણાવી કોન્ટેક્ટ કરતા હતા. ત્યાર બાદ ઉત્તેજક દવાઓનાં વેચાણ બાબતે ધમકીભર્યા ફોન કરી ફરજિયાત ખરીદ કરવા દબાણ કરતા હતા. આ મામલે ફરિયાદ બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

