ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ
પ્રાથમિક માહિતી મુજબ ગઈકાલે સ્મિતાબેન ખખર, દિલીપભાઈ ખખર અને તેમના પુત્ર નિશિત ખખરે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના સભ્યોની સ્થિતિ ગંભીર બનતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સ્મિતાબેનનું સૌપ્રથમ અવસાન થયું હતું. બાદમાં દિલીપભાઈ અને નિશિતની તબિયત વધુ બગડતાં બંનેએ પણ અંતિમ શ્વાસ લીધા હતા.
નિવૃત્ત PWD કર્મચારીનો પરિવાર
માહિતી અનુસાર, દિલીપભાઈ ખખર જાહેર બાંધકામ વિભાગ (PWD)માં નિવૃત્ત સરકારી કર્મચારી હતા. લાંબા સમય સુધી સરકારી સેવામાં કાર્યરત રહેલા પરિવાર સાથે બનેલી આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
રઘુવંશી સમાજની વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માગ
સામૂહિક આપઘાતની ઘટના બાદ મોડી રાત્રે હોસ્પિટલમાં રઘુવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. સમાજના આગેવાનો અને સભ્યોએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માગ ઉઠાવી હતી. ખાસ કરીને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવાની રજૂઆત કરવામાં આવી હતી.
વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયા હોવાની આશંકા
ઘટનાની પ્રાથમિક તપાસમાં પરિવાર વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સતત વધતા આર્થિક બોજ અને નાણાકીય દબાણના કારણે પરિવારે આ પગલું ભર્યું હોવાની શક્યતા ચર્ચામાં છે.
મૃતકોના ફોનની કોલ ડિટેઇલની તપાસ
પોલીસ હવે મૃતકોના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ તપાસશે. છેલ્લે કોની સાથે વાતચીત થઈ હતી, કોના ફોન વારંવાર આવતા હતા અને કોઈ પ્રકારનો ત્રાસ કે દબાણ કરવામાં આવતું હતું કે કેમ તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઘરની તપાસ અને સુસાઇડ નોટની શોધ
પોલીસ દ્વારા મૃતક પરિવારના ઘરની પણ તપાસ કરવામાં આવશે. ઘરમાં કોઈ દસ્તાવેજ, નાણાકીય વ્યવહારોની નોંધ, ઉધારી સંબંધિત પુરાવા અથવા સુસાઇડ નોટ મળી આવે છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, તમામ પુરાવાઓ હાથે લાગ્યા બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચોઃRajkot માં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ, એક મહિલાનું મોત, શું છે કારણ?
આ પણ વાંચોઃ Rajkot Mass Suicide: રાજકોટમાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ કરનાર પતિ, પત્ની અને પુત્રના મોત