ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : Padminiba Vala નો પુત્ર રિવોલ્વર જેવા હથિયાર સાથે જોવા મળ્યો

Rajkot : ક્ષત્રિય મહિલા અગ્રણીના પુત્રના સીન સપાટા! કમર પર રિવોલ્વર જેવા હથિયાર સાથે જોવા મળ્યો પુત્ર છાવા ફિલ્મના ડાયલોગ સાથે વીડિયો કર્યો અપલોડ Rajkot : ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારા મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા (Padminiba Vala) ફરી એકવાર...
11:44 AM Sep 23, 2025 IST | SANJAY
Rajkot : ક્ષત્રિય મહિલા અગ્રણીના પુત્રના સીન સપાટા! કમર પર રિવોલ્વર જેવા હથિયાર સાથે જોવા મળ્યો પુત્ર છાવા ફિલ્મના ડાયલોગ સાથે વીડિયો કર્યો અપલોડ Rajkot : ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારા મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા (Padminiba Vala) ફરી એકવાર...
Rajkot, Padminiba Vala, Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Rajkot : ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારા મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા (Padminiba Vala) ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. રાજકોટમાં ક્ષત્રિય મહિલા અગ્રણીના પુત્રના સીન સપાટા સામે આવ્યા છે. જેમાં પદ્મિનીબા વાળાનો પુત્ર રિવોલ્વર જેવા હથિયાર સાથે જોવા મળ્યો છે. કમર પર રિવોલ્વર જેવા હથિયાર સાથે આવતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે. છાવા ફિલ્મના ડાયલોગ સાથે વીડિયો અપલોડ કર્યો છે. અટલ સરોવર ખાતે આયોજિત અર્વાચીન રાસોત્સવમા હાજરી આપી હતી.

પદ્મિનીબા વાળા સાથે તેમના પુત્રે કાર્યક્રમમાં હાજરી આપી હતી

પદ્મિનીબા વાળા સાથે તેમના પુત્રે કાર્યક્રમમાં હાજરી આપી હતી. શું રાજકોટ પોલીસ પદ્મિનીબા વાળાના પુત્ર સામે કાર્યવાહી કરશે? તથા પદ્મિનીબા વાળાના પુત્ર પાસે પરવાનાવાળું હથિયાર છે તે સવાલ ઉભો થયો છે. અગાઉ મહિલા શક્તિ માટેની લડાઈમાં અગ્રસર રહેનારા પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 5 લોકો વિરુદ્ધ હનીટ્રેપની (Honeytrap) ફરિયાદ થતાં હડકંપ મચી જવા પામ્યો હતો.

Rajkot : એક યુવતી દ્વારા નિવૃત્ત 60 વર્ષીય વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી પૈસાની માંગણી કરી

એક યુવતી દ્વારા નિવૃત્ત 60 વર્ષીય વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી પૈસાની માંગણી કરવાનો, મકાન પચાવી પાડવાની ધમકી આપ્યા સહિતનાં કાવતરામાં સંડોવણી હોવાનાં આરોપ ફરિયાદમાં થયા હતા. આ મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે (Gondal City B Division Police) કાર્યવાહી હાથ ધરાઈ હતી. બીજી તરફ પદ્મિનીબા વાળાએ તેમની વિરુદ્ધ થયેલા તમામ આરોપોને ફગાવ્યા હતા.

આ પણ વાંચો: એક નવી Aadhaar App, મળશે યૂનિક ફીચર અને નંબર બદલવાની પ્રક્રિયા હશે

 

Tags :
GujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsPadminiba ValaRAJKOTTop Gujarati News
Next Article