Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : કોઠારિયા રોડ પર 60 લાખની કિંમતનાં હીરા ચોરીનો ભેદ આખરે ઉકેલાયો, આરોપી સુરતથી ઝડપાયો

જે લોકરમાં હીરા રાખવામાં આવ્યા હતા તે લોકરમાં રાખવામાં આવેલી તિજોરી કટર તેમ જ વેલ્ડીંગ મશીનની મદદથી કટીંગ કરીને તે પણ ચોરી ગયો હતો.
rajkot   કોઠારિયા રોડ પર 60 લાખની કિંમતનાં હીરા ચોરીનો ભેદ આખરે ઉકેલાયો  આરોપી સુરતથી ઝડપાયો
Advertisement
  1. Rajkot નાં કોઠારિયા રોડ પરથી હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો
  2. કારખાનામાંથી 60 લાખની કિંમતનાં હીરાની થઈ હતી ચોરી
  3. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ચોરીનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
  4. મુદ્દામાલ અને ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબ્જે

રાજકોટમાં (Rajkot) કોઠારિયા રોડ પર થયેલ હીરાની ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે. કારખાનામાંથી 60 લાખની કિંમતનાં હીરાની ચોરી થઈ હતી. આ કેસની તપાસ કરતા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Rajkot City Crime Branch) દ્વારા સુરતથી કુખ્યાત ઘરફોડ ચોરીનાં ગુના આચરવાની ટેવ ધરાવનારા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અગાઉ 20 જેટલા ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. આરોપીની પૂછપરછ અને તપાસમાં મોટા ખુલાસા થયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - GIR : પાણીમાં પડેલા બાળ સિંહોની મસ્તીએ મન મોહી લીધું, વીડિયો વાયરલ

Advertisement

Advertisement

કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો, 11,655 નંગ કાચા હીરાની ચોરી કરી

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરનાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠારિયા રિંગરોડ (Kotharia Road) પરનાં ખોડીયાર ડાયમંડ નામનાં કારખાનામાં 11 એપ્રિલ 2025 નાં રોજ રાત્રે એક અજાણી વ્યક્તિએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને રૂપિયા 60 લાખથી વધુની કિંમતનાં 11,655 નંગ કાચા હીરાની ચોરી કરી ફરાર થઈ હતી. આ અંગે ફરિયાદ બાદ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Rajkot City Crime Branch) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી, CCTV અને હ્યુમન સર્વેલન્સનાં આધારે સુરત (Surat) ખાતેથી 34 વર્ષીય અજય નાયકા નામની વ્યક્તિને ઝડપી પાડી હતી. આરોપી પાસેથી ચોરી કરેલ તમામ હીરા સહિત કુલ 61 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - UKમાં કામ કરવું ભારતીયો માટે સરળ નહીં રહે, નિયમો બદલાતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી

આરોપીએ કારખાનામાંથી CCTV કેમેરા પણ ચોર્યા હતા

DCP ક્રાઈમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલનાં (Doctor Partharajsinh Gohil) જણાવ્યા અનુસાર, આરોપી અજય નાયકા દ્વારા જ્યારે ચોરી કરવામાં આવી ત્યારે તે હીરાની સાથોસાથ કારખાનામાં લગાવવામાં આવેલા CCTV કેમેરા પણ ચોરી ગયો હતો. તેમ જ જે લોકરમાં હીરા રાખવામાં આવ્યા હતા તે લોકરમાં રાખવામાં આવેલી તિજોરી કટર તેમ જ વેલ્ડીંગ મશીનની મદદથી કટીંગ કરીને તે પણ ચોરી ગયો હતો. માહિતી અનુસાર, આરોપી અજય વિરુદ્ધ વર્ષ 2015 થી 2024 સુધીમાં જુદા-જુદા 20 જેટલા ઘરફોડ ચોરી સહિતનાં ગુના નોંધાઇ ચૂક્યા છે. જેલમાં જ અન્ય કેદીઓ પાસેથી હીરાનાં કારખાનામાં ચોરી કેવી રીતે કરી શકાય ? તેના માટે કયા પ્રકારની ટેકનીકનો ઉપયોગ કરી શકાય? તેમજ ચોરી કરવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરવો પડે ? તે અંગેની માહિતી મેળવી પ્લાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - VADODARA : ગોત્રીમાં નશામાં ધૂત કાર ચાલકે વાહનોને અડફેટે લીધા, બે ની અટકાયત

Tags :
Advertisement

.

×