Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : કિફાયતનગર બસ સ્ટેન્ડ પાસેથી એક્ટિવા પર ગાંજો લઈ જતો હતો યુવક ત્યારે અચાનક..!

યુવકની વધુ પૂછપરછ કરવાનાં આશયથી રિમાન્ડ મેળવવા હિંમતનગરની કોર્ટમાં (Himatnagar Court) રજૂ કર્યો હતો.
sabarkantha   કિફાયતનગર બસ સ્ટેન્ડ પાસેથી એક્ટિવા પર ગાંજો લઈ જતો હતો યુવક ત્યારે અચાનક
Advertisement
  1. કિફાયતનગર બસ સ્ટેન્ડ પાસેથી એક્ટિવાચાલક ગાંજા સાથે ઝડપાયો (Sabarkantha)
  2. હિંમતનગર ગ્રામ્ય પોલીસે 381 ગ્રામ ગાંજાનાં જથ્થા સાથે યુવકને ઝડપ્યો
  3. કોર્ટમાં રજૂ કરી 3 દિવસનાં રિમાન્ડ મેળવ્યા, પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી

Sabarkantha : હિંમતનગર ગ્રામ્ય પોલીસે (Himatnagar Rural Police) બુધવારે સાંજે કિફાયતનગર બસ સ્ટેન્ડ પાસેથી એક્ટિવા લઈને જતા એક શખ્સને 381 ગ્રામ ગાંજાનાં જથ્થા સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ તેની વધુ પૂછપરછ કરવાનાં આશયથી રિમાન્ડ મેળવવા હિંમતનગરની કોર્ટમાં (Himatnagar Court) રજૂ કર્યો હતો. જયાં ન્યાયાધીશે ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે તેની પૂછપરછ કરીને જથ્થો કયાંથી અને કેવી રીતે લવાયો તથા કોને આપવાનો હતો તેની વિગતો મેળવવા માટેનાં પ્રયાસ હાથ ધર્યા છે.

આ પણ વાંચો - Rajkot : ગૃહ રાજ્યમંત્રીને એક ઇ-મેઈલ કરવાથી રાજકોટનાં મહિલાની સમસ્યાનું થયું સમાધાન

Advertisement

એક્ટિવા પર જતાં યુવકની તપાસ કરતા ગાંજાનો જથ્થો મળ્યો

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, બુધવારે સાંજનાં સુમારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની (Himatnagar Rural Police) હદમાંથી પસાર થઈ રહેલ એક્ટિવા પર બેસી ઈડર તાલુકાનાં સુરપુર ગામનો જૈનુલ આબિદ્દીન અબ્દુલહમીદ લુહારની હરકતો શંકાસ્પદ જણાતાં પોલીસે તેને રોકી તપાસ કરી હતી. દરમિયાન, એક્ટિવાની ડેકીમાંથી અંદાજે રૂ.3815 ની કિંમતનો 381 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની પાસેથી બે લેપટોપ, હાર્ડડીસ્ક, એક્ટિવા અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 81,815 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ (NDPS Act) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Government Job : ઉમેદવારો ધ્યાન આપો..! મહેસૂલી તલાટીની ભરતી અંગે આવ્યા અગત્યનાં સમાચાર

અગાઉ 19.52 લાખનું MD ડ્રગ્સ સાથે 2 ઝડપાયા હતા

ત્યારબાદ તેને ગુરુવારે હિંમતનગરની કોર્ટમાં (Himatnagar Court, Sabarkantha) રજૂ કરાતાં ન્યાયાધીશે તેના 25 મે સુધીનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે ગાંજાનો સ્ત્રોત, સપ્લાયર અને વિતરણ નેટવર્કની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત 19 મેના રોજ ગ્રામ્ય પોલીસે એક અલગ કેસમાં રૂ.19.52 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેમાં બે જણાને પકડવામાં આવ્યા હતા અને એક હજું પણ ફરાર છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા 

આ પણ વાંચો - Porbandar : હિરલબા જાડેજા ફરી જેલ હવાલે, કોર્ટે વધુ રિમાન્ડ નામંજૂર કર્યા

Tags :
Advertisement

.

×