Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch GIDC Case : બ્લેકમેલ કરતા મિત્રની હત્યા કરી 9 ટુકડાં કર્યા, સ્ત્રી વેશમાં રાતે ગટરમાં ફેંકી નિકાલ કર્યો

મિત્રે જ મિત્રની હત્યા કરી મૃતદેહનાં 9 ટુકડા કરી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં નિકાલ કર્યો હોવાનો ખુલાસો થયો છે.
bharuch gidc case   બ્લેકમેલ કરતા મિત્રની હત્યા કરી 9 ટુકડાં કર્યા  સ્ત્રી વેશમાં રાતે ગટરમાં ફેંકી નિકાલ કર્યો
Advertisement
  1. મિત્ર એ જ મિત્રને ઘરે જમવા બોલાવી 9 ટુકડા કર્યા, સ્ત્રીનાં વેશમાં ગટરમાં નિકાલ કર્યો હોવાનો ઘટસ્ફોટ (Bharuch GIDC Case)
  2. મૃતક સચિન ચૌહાણ હત્યારા શૈલેન્દ્રસિંગ ચૌહાણને બ્લેકમેલ કરતો હોવાથી હત્યા કરી હોવાનો ખુલાસો
  3. હત્યારાએ સચિનની હત્યા કરી લાશ એક દિવસ ઘરમાં રાખી, બજારમાંથી કરવત ખરીદી માનવ અંગોનો નિકાલ કર્યો
  4. મૃતક સચિન ચૌહાણ જીવે છે તેવો પરિવારને વિશ્વાસ અપાવા મૃતકનો મોબાઈલ પણ આરોપી વાપરતો હતો

Bharuch GIDC Case : ભરૂચ જીઆઇડીસી વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાંથી માનવ અંગો મળ્યા હોવાની ઘટનામાં ચોકાવનારો ખુલાસો થયો છે. ઘરે જમવા બોલાવેલ મિત્ર બ્લેકમેલ કરતો હોય તેની રીસ રાખી તેનો મોબાઈલ ચેક કરતી વખતે બંને મિત્રો વચ્ચે ઝપાઝપી થતાં મિત્ર જ મિત્રને ગળું કાપી હત્યા કરી હતી અને ત્યાર બાદ મૃતદેહનાં 9 ટુકડા કરી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં નિકાલ કર્યો હોવાનો મોટો હચમચાવે એવો ખુલાસો થયો છે.

અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાંથી સતત 4 દિવસ સુધી માનવ અંગ મળ્યા હતા

ભરૂચમાં (Bharuch GIDC Case) અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાંથી પ્રથમ દિવસે માથાનો ભાગ, બીજા દિવસે કમરનો ભાગ, ત્રીજા દિવસે 2 હાથ અને ચોથા દિવસે મૃતકનું ધડ મળી આવ્યા હતા. આ કેસની તપાસમાં સ્થાનિક પોલીસ (Bharuch Police) અને LCB પોલીસે માનવ અંગો મળવા મુદ્દે મૃતકની ઓળખ કરતા તેના હાથ પર સચિન નામનું છુંદણું અને મોઢામાં ઓપરેશન કરાવી દાંત ફિટ કરાવ્યા હોવાની જાણ થતાં મૃતક સચિન ચૌહાણ હોવાનું અને ભરૂચ શ્રવણ ચોકડી નજીકની વેદાંત સોસાયટીમાં રહેતો હોવાની ઓળખ થઈ હતી. તપાસ દરમિયાન, તેની હત્યા તેના જ મિત્ર શૈલેન્દ્રસિંગ વિજય ચૌહાણએ કરી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી

Advertisement

Advertisement

પત્ની સાથેના ફોટા રાખી બ્લેકમેલ કરતો હોવાથી હત્યા કરી

ઝડપાયેલા શૈલેન્દ્રસિંગ વિજય ચૌહાણની (Shailendrasingh Vijay Chauhan) કડક પૂછપરછ કરતા તેને જણાવ્યું કે, સચિન ચૌહાણ (Sachin Chauhan Case) મોબાઇલમાં પત્ની સાથેના ફોટા રાખી બ્લેકમેલ કરતો હતો. દરમિયાન, શૈલેન્દ્રસિંગ ચૌહાણે પોતાના ઘરે એકલો હોય તે સમયે તેના મિત્ર સચિન ચૌહાણને જમવા માટે બોલાવ્યો હતો અને બંને એક જ ઘરમાં ઊંઘી ગયા હતા. દરમિયાન, શૈલેન્દ્રસિંગ ચૌહાણે સચિન ચૌહાણનો મોબાઇલ ચેક કરી જે ફોટાથી બ્લેકમેલ કરતો હતો તે ફોટા ડિલિટ કરવાનો પ્રયાસ કરતા જ સચિન ચૌહાણ ઊંઘમાંથી જાગી ગયો હતો અને બંને વચ્ચે મોબાઇલ ચેક કરવા બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા શૈલેન્દ્રસિંગ ચૌહાણે પોતાના ઘરમાં રહેલ ચપ્પુ સચિન ચૌહાણના ગળા પર ફેરવ્યું હતું અને હત્યા કરી હતી.

આ પણ વાંચો - Bharuch : ગટરમાંથી માનવ અંગ મળવા મામલે મોટો ખુલાસો, મૃતકની ઓળખ થઈ

મૃતદેહનો નિકાલ કરવા 9 ટુકડાં કર્યા, રાતે સ્ત્રી વેશ ધારણ કરીને ગટરમાં ફેક્યા

હત્યારા મિત્રે સચિન ચૌહાણની હત્યા (Sachin Chauhan Case) કરી મૃતદેહને એક દિવસ સુધી ઘરમાં રાખ્યો હતો. ત્યાર બાદ મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો તે મૂંઝવણમાં શૈલેન્દ્રસિંગ ચૌહાણે એક દુકાન પરથી લાકડા કાપવાની કરવત ખરીદી હતી અને તે કરવતથી સચિન ચૌહાણના મૃતદેહનાં 9 ટુકડા કરી પોલિથિનની થેલીમાં પેક કરી અલગ-અલગ દિવસે રાત્રિનાં સમયે સ્ત્રીનાં વેશમાં નીકળી કોઈને શંકા ન જાય તે પ્રકારે ગટરમાં ફેક્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીએ પોલીસે ગેરમાર્ગે દોરવા મૃતકનું ATM પાસવર્ડ કવર પર લખી ટ્રેનમાં મૂક્યું હતું

હત્યારો એટલો માસ્ટર માઈન્ડ હતો કે તેણે હત્યા કર્યા બાદ ATM કે જે પોતે મિત્રનાં એટીએમનો પાસવર્ડ પણ જાણતો હોય, જેથી એટીએમ કાર્ડ પર પાસવર્ડ લખી રેલવે સ્ટેશને ટ્રેનમાં મૂક્યું હતું, જેથી કોઈને એટીએમ કાર્ડ મળે તો પાસવર્ડ જોઈ રૂપિયા ઉપાડી શકે અને પોલીસ (Bharuch C Division Police Station) ગેરમાર્ગે દોરાય તેવો પ્રયાસ પણ કર્યો હતો. મૃતકનો મોબાઈલ પણ આરોપીએ પાસે રાખી તેના પરથી મૃતકનાં પરિવારને સચિન ચૌહાણ જીવે છે તે પ્રકારેનો વિશ્વાસ અપાવી સતત મેસેજ પણ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ પણ વાંચો - Vadodara : સમા કેનાલમાં લપસી ગયેલા મિત્રને બચાવવા જતા યુવક તણાયો!

મૃતકનાં 2 પગ શોધવાની કામગીરી સતત પાંચમા દિવસે પણ યથાવત

મિત્ર એ જ મિત્રની હત્યા કર્યા બાદ તેના માનવ અંગના ટુકડા કરી અનેક સ્થળોએ નિકાલ કર્યા છે. સમગ્ર ઘટનામાં પોલીસને બે પગ સિવાય શરીરના તમામ અંગ શોધવામાં સફળતા મળી ગઈ છે. ત્યારે પોલીસે પણ હજું મૃતકનાં બે પગ શોધવાની કામગીરી કરી છે અને આરોપીની કડક પૂછપરછ કરી બે પગ ક્યાં નિકાલ કર્યા છે તે મુદ્દા પર પોલીસ સતત પાંચમાં દિવસે પણ તપાસમાં (Bharuch GIDC Case) રહી છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Kutch : હવે સહન નથી થતું, સાથે મળીને પાઠ ભણાવવાનો છે : ચારણ ઋષિબાપુ

Tags :
Advertisement

.

×