Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sukhpreet Kaur Case : મોડલ યુવતીનાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો

પરિવારજનોએ સુખપ્રીતને કામનું જે વળતર મળતું તે દિલ્હીનો યુવક લઈ લેતો હોવાની આશંકા હતી. પરિવારે ગંભીર આરોપ પણ કર્યા હતા.
sukhpreet kaur case   મોડલ યુવતીનાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો
Advertisement
  1. સુરતનાં સારોલીમાં મોડલ યુવતીનાં આપઘાત મુદ્દે ખુલાસો (Sukhpreet Kaur Case)
  2. 19 વર્ષીય સુખપ્રીત કૌરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો
  3. પોલીસની તપાસમાં આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું
  4. મહેન્દ્ર રાજપૂત નામનો યુવક બ્લેકમેઇલ કરતો હોવાનો ખુલાસો

સુરતનાં (Surat) સારોલી વિસ્તારમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરનાં (19-year-old model Sukhpreet Kaur) આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. સુખપ્રીત કૌરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જો કે, હવે પોલીસની તપાસમાં આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું છે. મહેન્દ્ર રાજપૂત નામનો (Mahendra Rajput) યુવક બ્લેકમેઇલ કરતો હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. સુખપ્રીત કૌરને (Sukhpreet Kaur Case) માર મારીને માનસિક ત્રાસ આરોપી આપતો હતો. સારોલી પોલીસે આરોપી સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો - સુરતમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે ગળે ફાંસોખાઈ આપઘાત કર્યો

Advertisement

પોલીસની તપાસમાં આપઘાત પાછળનું કારણ આવ્યું બહાર

સુરતનાં (Surat) સારોલી વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક મધ્યપ્રદેશનાં એક નાનકડા શહેરમાંથી મોડેલિંગની દુનિયામાં કારકિર્દી ઘડવાનાં સપના સાથે સુરત આવેલી 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાતના એક દિવસ પહેલા જ વીડિયો કોલ પર પરિવાર સાથે વાત કરી હતી. પરિવારજનોએ સુખપ્રીતને કામનું જે વળતર મળતું તે દિલ્હીનો યુવક લઈ લેતો હોવાની આશંકા હતી. પરિવારે ગંભીર આરોપ પણ કર્યા હતા. આ મામલે, પોલીસે ઝણવટભરી તપાસ હાથ ધરી હતી. સુખપ્રીત કૌરનાં બે મોબાઇલ FSL માં મોકલ્યા હતા. ત્યારે હવે પોલીસ તપાસમાં આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Rain in Gujarat : આગ ઝરતી ગરમી વચ્ચે કમોસમી વરસાદ થતાં લોકોને હાશકારો, ખેડૂતોમાં ચિંતા!

આરોપીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો થયો ઘટસ્ફોટ

પોલીસ તપાસ અનુસાર, મહેન્દ્ર રાજપૂત નામનો યુવક સુખપ્રીત કૌરને બ્લેકમેઇલ કરતો હોવાનો ખુલાસો થયો છે. મહેન્દ્ર રાજપૂત સુખપ્રીતને માર મારીને માનસિક ત્રાસ આપતો હતો, આથી તેનાં ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો (Sukhpreet Kaur Case) છે. યુવતીની સુસાઇડ નોટનાં આધારે સમગ્ર મામલો બહાર આવ્યો છે. સારોલી પોલીસે (Saroli Police) આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો - 12મું નાપાસ યુવકે કેન્દ્ર /રાજ્ય સરકારની 50 વેબસાઈટ પર DDoS એટેક કર્યા, Gujarat ATS એ કરી ધરપકડ

Tags :
Advertisement

.

×