Surat : લોહીથી લથપથ હાલતમાં યુવક કગરતો રહ્યો અને લોકોએ Video બનાવ્યા!
- Surat ના સચિન વિસ્તારમાં ધોળા દિવસે હત્યાનો બનાવ
- ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનો લોકોએ બનાવ્યો વીડિયો
- ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ન ખસેડતા યુવકનું થયું મોત
- ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું
- પોલીસે 6 પૈકી 3 આરોપીની ધરપકડ કરી, જેમાં 1 કિશોર પણ સામેલ
Surat : સુરતનાં સચિન વિસ્તારમાં ધોળા દિવસે યુવકની હત્યાનો બનાવ બન્યો હતો. જે મામલે સચિન પોલીસે (Sachin Police) કાર્યવાહી કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને 6 પૈકી 1 કિશોર (Juvenile) સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. મોબાઇલ ચોરી અંગેનાં ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક યુવક લોહીલુહાણ હાલતમાં હતો ત્યારે લોકો તેનો વીડિયો બનાવ્યો. સમયસર સારવાર ન મળતા યુવકનું મોત થયું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - One Child-No Child : R.P. પટેલના નિવેદન બાદ પાટીદાર અગ્રણીઓની પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું ?
મૃતકે મોબાઇલ ચોરી કરી લેતા હત્યા કરાઈ હોવાનું ખુલ્યું
સુરતના (Surat) સચિન સુડા વિસ્તારમાં ધોળા દિવસે વિપિન ઉર્ફે કાળુ મદનશિંહ નામના યુવકની હત્યા કરાઈ હતી. આ કેસમાં પોલીસે 1 કિશોર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતકે મોબાઇલ ચોરી કરી લેતા તેની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનું ખુલ્યું છે. 6 જેટલા આરોપી બાઇક પર આવ્યા હતા અને યુવક વિપિન સાથે ઝઘડો કરી છરીનાં ઘા મારી ફરાર થયા હતા. અવાવરું જગ્યા પર લોહીલુહાણ હાલતમાં યુવક કગરતો રહ્યો પણ કોઇએ તેની મદદ ન કરી. લોકો ઇજાગ્રસ્ત યુવકનો વીડિયો બનાવવામાં મસ્ત રહ્યા.
આ પણ વાંચો - Vadodara : VMC ના સ્ટ્રીટ લાઇટ વિભાગના કર્મીનું રહસ્યમય સંજોગોમાં મોત, પરિવારે સવાલો ઉઠાવ્યા
લોહીથી લથપથ યુવક કગરતો રહ્યો અને લોકોએ વીડિયો બનાવ્યા!
માહિતી અનુસાર, ઇજાગ્રસ્ત યુવકને યોગ્ય સમયે સારવાર ના મળતા તેનું મોત નીપજ્યું હતું. જો યોગ્ય સમયે યુવકને હોસ્પિટલ લઈ જવાયો હોત કદાચ તે જીવતો હોત. પોલીસનાં જણાવ્યા મુજબ, 6 આરોપીઓ પૈકી 2 કિશોર છે. હાલ, 1 કિશોર સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય 3 ની શોધ કરાઈ રહી છે. તમામ આરોપીઓના નામ અંગેની માહિતી પણ પોલીસને મળી ગઈ છે. આ મામલે સચિન પોલીસે (Sachin Police) આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Meghmaher : અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો