Surat : ગુનાહિત ઇતિહાસ ધરાવતો માત્ર 22 વર્ષીય યુવક લાખોની કિંમતનાં ડ્રગ્સ સાથે ફરી ઝડપાયો
- Surat માં 9.95 લાખના MD ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ
- લાલગેટ પોલીસે માત્ર 22 વર્ષીય રેહાન મહમદ યાકુબ મેવાવાલાની ધરપકડ કરી
- આરોપી મુંબઈનાં કુર્લાથી ટ્રેન મારફતે સુરત ડ્રગ્સ લાવ્યો હતો
- આરોપી પાસેથી 99.57 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું
- અગાઉ વર્ષ 2023 માં પણ આરોપી ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો
Surat : 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' 'No Drugs in Surat City' અભિયાન હેઠળ પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન, સુરતમાં ફરી એકવાર લાખોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. ચોંકાવનારી વાત એ છે કે આ ડ્રગ્સની હેરાફેરી માત્ર 22 વર્ષીય યુવક કરી રહ્યો હતો, જેને લાલગેટ પોલીસે (Lalgate Police) ઝડપી લીધો છે. આરોપી અગાઉ પણ વર્ષ 2023 માં ડ્રગ્સ કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. આ કેસમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Dwarka : ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ, ચક્રવાતથી વ્યાપક નુકસાન!
22 વર્ષીય યુવક 10 લાખનાં ડ્રગ્સ સાથે ઝડપાયો
સુરતમાં (Surat) ફરી એકવાર લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડાપાયું છે. માહિતી અનુસાર, લાલગેટ પોલીસે બાતમીનાં આધારે ડ્રગ્સની હેરાફેરી કરનારા માત્ર 22 વર્ષીય યુવક રેહાન મહંમદ યાકુબ મેવાવાલાની અશક્તા આશ્રમ નજીકથી ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી યુવક મુંબઈ કુર્લાથી (Mumbai Kurla) ડ્રગ્સનો જથ્થો ટ્રેન મારફતે સુરત લાવ્યો હતો. આરોપી પાસેથી 99.57 ગ્રામ જેટલુ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ડ્રગ્સની અંદાજિત માર્કેટ કિંમત રૂ. 9.95 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad : "મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલની નવીન પહેલ
અગાઉ વર્ષ 2023 માં પણ આરોપી ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો
પોલીસનાં જણાવ્યા અનુસાર, અગાઉ વર્ષ 2023 માં પણ ખટોદરા પોલીસે (Khatodara Police) આરોપીની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. જેલમુક્ત થયા બાદ આરોપીએ ફરી ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી. આરોપીએ ડ્રગ્સની હેરાફેરી માટે ટ્રેન યાત્રાનો ઉપયોગ કર્યો હતો. આરોપી યુવક રેહાનની લાલગેટ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - IndiaPakistanWar: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાયડનાં MLA ની મહત્ત્વની જાહેરાત!