Surat Bhestan Murder Case : પ્લાસ્ટિક સળગાવવા મુદ્દે બોલાચાલી
સુરતના ભેસ્તાન વિસ્તારમાં પ્લાસ્ટિક સળગાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ભેસ્તાન ઓવરબ્રિજ પાસે ધુમાડો થવા મુદ્દે શરૂ થયેલી માથાકૂટમાં ઝાકીર પઠાણ નામના વ્યક્તિની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે, જ્યારે તેમના બે પુત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ડિંડોલી પોલીસે આ મામલે ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
સુરતના ભેસ્તાન ઓવરબ્રિજ પાસે પ્લાસ્ટિક સળગાવવાથી નીકળતા ધુમાડાને લઈને બે પક્ષો સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. ઘટના દરમિયાન મૃતક ઝાકીર પઠાણે પોતાના બે પુત્રોને બોલાવીને દાદાગીરી કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.સામે પક્ષે રહેલા ચાર શખ્સોએ ઉશ્કેરાઈને ઝાકીર પઠાણ અને તેમના પુત્રો પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓને કારણે ઝાકીર પઠાણનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના બંને પુત્રો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Advertisement


