ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : હનીટ્રેપમાં ફસાવી 50 લાખની ખંડણી માગનાર યુવતી-યુવકને ક્રાઈમ બ્રાન્ચે રંગેહાથ ઝડપ્યા, 20 લાખ રોકડા જપ્ત

Surat : સુરત શહેરમાં ફરી એકવાર હનીટ્રેપનોનો મામલો સામે આવ્યો છે. એક યુવકને ન્યૂડ વીડિયો કોલનું રેકોર્ડિંગ કરી બ્લેકમેઇલ કરી 50 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. યુવકે સમજણપૂર્વક સુરત ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતાં પોલીસે ચુસ્ત ટ્રેપ ગોઠવી અને રૂ. 20 લાખની રોકડા લેતી વખતે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપી અભિષેક સંજય શેઠીયા (ઉં.વ. 28) અને હેતલબેન વીઠ્ઠલભાઈ બારૈયા (ઉં.વ. 32)ને પીપલોદ વિસ્તારમાં VR સુરત મોલ પાસેથી ધરપકડ કરી હતી.
07:11 PM Dec 07, 2025 IST | Mujahid Tunvar

Surat : સુરત શહેરમાં ફરી એકવાર હનીટ્રેપનોનો મામલો સામે આવ્યો છે. એક યુવકને ન્યૂડ વીડિયો કોલનું રેકોર્ડિંગ કરી બ્લેકમેઇલ કરી 50 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. યુવકે સમજણપૂર્વક સુરત ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતાં પોલીસે ચુસ્ત ટ્રેપ ગોઠવી અને રૂ. 20 લાખની રોકડા લેતી વખતે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચે આરોપી અભિષેક સંજય શેઠીયા (ઉં.વ. 28) અને હેતલબેન વીઠ્ઠલભાઈ બારૈયા (ઉં.વ. 32)ને પીપલોદ વિસ્તારમાં VR સુરત મોલ પાસેથી ધરપકડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂ. 20 લાખ, ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 20.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ફરિયાદી યુવકના જણાવ્યા મુજબ, હેતલબેન સાથે તેનો છેલ્લા ઘણા સમયથી સંપર્ક હતો. બંને વચ્ચે વીડિયો કોલ દરમિયાન ન્યૂડ વીડિયો કોલ થયો હતો, જેનું સ્ક્રીન રેકોર્ડિંગ હેતલબેન અને અભિષેકે કરી લીધું હતું. પછી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી 50 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. લાંબી બોલાચાલી બાદ રકમ 42.50 લાખ નક્કી થઈ અને પહેલા હપ્તા તરીકે રૂ. 20 લાખ આપવાનું નક્કી થયું હતું.

યુવકે આખી વાત ક્રાઈમ બ્રાન્ચને જણાવતાં પોલીસે ટ્રેપની યોજના બનાવી હતી. પીપલોદમાં VR મોલ પાસે વોચ ગોઠવી રાખવામાં આવી હતી અને જેવા બંને આરોપીઓએ રૂ. 20 લાખની થેલી લીધી કે તરત જ પોલીસે દબોચી લીધા હતા.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે બંને આરોપીઓના મોબાઈલમાંથી વધુ પુરાવા મળી આવ્યા છે અને તેઓ અગાઉ પણ આવા કેસોમાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 384 (ખંડણી), 384(૩), 120૦(B) તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Banaskantha : મંચ પરથી Geniben Thakor નું આ કેવું આહ્વાન? ‘કોઈ દીકરી દશામાનું વ્રત ન કરે’

Tags :
BlackmailCrime BranchExtortion Casenude videoPeople ArrestSurat Honeytrap
Next Article