Surat સાયબર ક્રાઇમે પર્સનલ લોન તથા નોકરીના બહાને થતું કૌભાંડ ઝડપ્યું
- Surat: પર્સનલ લોન આપવા તેમજ જોબની લાલટ આપી ઠગાઇ
- ગ્રાહક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવતા
- પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બેની ધરપકડ કરી છે
Surat: સુરતના ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટી બિલ્ડિંગમાં ગ્લોબલીંક ટેક સર્વિસના નામે ચાલતી ઓફિસ પર સુરત સાયબર ક્રાઇમની ટીમે છાપો મારીને સાઇબર ફ્રોડનું કૌભાંડ પકડી પડ્યું છે. આ કંપની દ્વારા લોકોને પર્સનલ લોન આપવા તેમજ જોબ આપવાના બહાને આધાર પુરાવા મેળવી લીધા બાદ પૈસા પડાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બેની ધરપકડ કરી છે
પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બેની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમની ટીમને એક મેલ મળ્યો હતો, જેમાં ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટીમાં આવેલી ગ્લોબલિંગ ટેક્સ સર્વિસ લિમિટેડ નામની ઓફિસમાં કોલ સેન્ટર ચલાવી સાઈબર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે.
ટીમ દ્વારા ગ્રાહક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવતા
પોલીસે તપાસ કરતા સંચાલક નિતેશ વિજય ખવાણીદ્વારા સુઆયોજિત રીતના પર્સનલ લોનના બહાને કૌભાંડ ચલાવવામાં આવતું હતું. તેમની કંપની દ્વારા સોશિયલ મીડિયા ઉપર પર્સનલ લોન માટેની જાહેરાતો કરવામાં આવતી હતી. જ્યારે ગ્રાહક તેમની પાસે લોન માટેની ઇન્કવાયરી કરે તો તેની ટીમ દ્વારા ગ્રાહક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવતા હતા.

Surat: ખાતામાંથી 13500થી લઈ 25,000 સુધીની રકમ ઉપાડી લેવામાં આવતી
ગ્રાહકની જાણ બહાર ACH મેન્ડેડ તૈયાર કરી લેવામાં આવતું હતું અને જેના આધારે ગ્રાહકની જાણ બહાર તેના ખાતામાંથી 13500થી લઈ 25,000 સુધીની રકમ ઉપાડી લેવામાં આવતી હતી. પોલીસ તપાસમાં નિતેશે તેની બીજી શાખા પાલનપુર ગામ સ્થિત રોયલ ટેટીનિયમમાં હોવાનું કહેતા પોલીસે ત્યાં તપાસ શરૂ કરી હતી. અહીં લોકોને જોબ આપવાનું કહીને છેતરપિંડી કરવામાં આવતી હતી. આ બંને ઓફિસમાંથી પોલીસે બે લેપટોપ, છ મોબાઇલ ફોન અને અનેક દસ્તાવેજો સહિત 1.30 લાખની મત્તા કબજે લીધી છે.
આ પણ વાંચો: Gujarat Cyber Crime ની મોટી કાર્યવાહી, આરોપીની ધરપકડથી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની સિન્ડિકેટનો પર્દાફાશ


