Surat: પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાની લાલચે કરી છેતરપિંડી
- Surat: 20થી વધુ નોકરીવાંચ્છુકો પાસેથી 16.90 લાખ પડાવ્યા
- નકલી વેબબાઇટ બનાવી લોકો સાથે આચરી છેતરપિંડી
- બે ઠગબાજોની સુરત અઠવા પોલીસે કરી ધરપકડ
Surat: સુરતમાં નોકરી અપાવવાની લાલચે છેતરપિંડી કરવામાં આવી છે. પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ થઇ છે. જેમાં 20થી વધુ નોકરીવાંચ્છુકો પાસેથી 16.90 લાખ પડાવ્યા હતા. નકલી વેબબાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી આચરી છે. જેમાં
બે ઠગબાજોની સુરત અઠવા પોલીસે ધરપકડ કરી છે.
ગુજરાતભરના નોકરી વાંચ્છુક જોડે લાખોની છેતરપિંડી
પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને ગુજરાતભરના નોકરી વાંચ્છુક જોડે લાખોની છેતરપિંડી થઇ છે. જેમાં બે ઠગબાજોની અઠવા પોલીસે ધરપકડ કરી છે. તેમજ આરોપીઓ બ્રિજ ઉર્ફે બ્રિજેશ પટેલ અને ભૂપેન્દ્ર શર્માની ધરપકડ કરવામાં આવી છે. બે પૈકી બ્રિજેશ પટેલે અમદાવાદની આલ્ફા કોલેજમાંથી B.E.કોમ્પ્યુટર એન્જિયરિંગનો અભ્યાસ કર્યો છે. તથા બ્રિજેશને એથિકલ હેકિંગ અને સોફ્ટવેર ડેવલોપિંગનું જ્ઞાન છે.
Surat: અમદાવાદ સ્થિત મિત્રની મદદથી પોસ્ટ વિભાગની નકલી વેબસાઈટ બનાવી
અમદાવાદ સ્થિત મિત્રની મદદથી પોસ્ટ વિભાગની નકલી વેબસાઈટ બનાવી હતી. જે બાદ ભુપેન્દ્ર શર્માને નોકરી વાછૂકો શોધી લાવવાનું કામ સોપવામા આવ્યું છે. તેમાં બંને આરોપીઓએ Google વેબસાઈટ પરથી "સર્ચ એન્જિન"વેબસાઈટ પર ઉપલબ્ધ પોસ્ટ વિભાગમાં નોકરી મેળવવાના ફોર્મ મેળવ્યા હતા.
ભોગ બનનાર નોકરી વાછુકોને આપી ફોર્મ ભરાવ્યા
ભોગ બનનાર નોકરી વાંચ્છુકને આપી ફોર્મ ભરાવ્યા હતા. જે બાદ પોસ્ટ વિભાગ જેવું નકલી પોર્ટલ બનાવ્યું હતું, જે પોર્ટલ પર નકલી પરીક્ષાઓ લઈ ખોટા કોલ લેટર ઇશ્યૂ કર્યા હતા. જેમાં આરોપીઓએ નવસારી જિલ્લાના ઉગત ગામની સહકારી મંડળીના કોઈક રીતે એક્સેસ પણ મેળવ્યા જ્યાં એસ.એમ.એસ.હેડરનો પણ ઉપયોગ કર્યો હતો. જ્યાં GUJ - POST વિભાગના ખોટા મેસેજો જનરેટ કરી ભોગ બનનારાઓને નોકરી અપાવવાની ભરોસો આપ્યો હતો. જ્યાં 20 થી વધુ સુરત, નવસારી, થરાદ, માંડવી સહિતના જિલ્લાના નોકરી વાછુંકો પાસેથી 16.90 લાખ પડાવી છેતરપિંડી આચરી છે. ભોગ બનેલા લોકોની ફરિયાદના આધારે અઠવા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી. જ્યાં તપાસના અંતે બંને ઠગની ધરપકડ કરી વધુ તપાસ અઠવા પોલીસે હાથ ધરી છે.
આ પણ વાંચો: Panchmahal: ગુજરાતના પર્યાવરણ પ્રેમીઓ માટે ખુબ સારા સમાચાર



