ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: મૈત્રી મોની સાઇટ પર અજાણ્યા યુવક જોડે મિત્રતા કેળવવી ભારે પડી, બ્લેકમેલ કરી પડાવ્યા રૂપિયા

સુરતનાં ખટોદરામાં ઓનલાઈન મિત્રતા ભારે પડી છે. મહિલા સાથે યુવકે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું હતું. પોલીસે આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો.
12:10 AM Apr 24, 2025 IST | Vishal Khamar
સુરતનાં ખટોદરામાં ઓનલાઈન મિત્રતા ભારે પડી છે. મહિલા સાથે યુવકે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું હતું. પોલીસે આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો.
Surat police gujarat first

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં પતિથી અલગ રહેતી મહિલા મૈત્રી મોની સાઇટ પરથી એક યુવકના સંપર્કમાં આવી હતી.બે વર્ષના પુત્ર જોડે રહેતી મહિલા જીવન સાથીની તલાશમાં હતી. જે દરમિયાન તેણીએ મૈત્રી મોની સાઇટ પર સર્ચ કરી સુરેન્દ્રબેની ગોપાલ પારેખ નામના યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મોબાઈલ નંબરોની આપ લે થઈ હતી. બંને વચ્ચે અવારનવાર મોબાઇલ પર વાતચીત થવા લાગી હતી. જે વાતચીત મુલાકાત સુધી પહોંચી હતી. સુરત આવેલા યુવકે આઠ વાગે વનીતા વિશ્રામ ગેટ પાસેથી પોતાની કારમાં બેસાડી ડુમ્મસ તરફ લઈ ગયો હતો. જ્યાં કારમાં પાછળની સીટ પર બેસાડી તેની જોડે શારીરિક અડપલા અને છેડછાડ કરી હતી. એટલું નહીં પરંતુ લગ્ન કરવાની લાલચ આપી તેણી જોડે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.જે અંગેનો વીડિયો પણ યુવકે પોતાના મોબાઈલમાં બનાવ્યો હતો.

મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

જે બાદ સુરેન્દ્ર નામના આ યુવક મહિલાને ડુમ્મસ ખાતેની હોટલમાં પણ લઈ ગયો હતો. જ્યાં પણ તેણે શારીરીક સંબંધો બાંધી પોતાના પ્રેમાળમાં ફસાવી લીધી હતી. એટલું જ નહીં પરંતુ વિશ્વાસ અને ભરોસામાં લઈ મહિલાની જાણ બહાર ઓનલાઈન ખરીદી પણ કરી હતી. જે અંગેનો મેસેજ મહિલાના પર જતા તેને બાબતનો ખ્યાલ આવ્યો હતો.વારંવાર મહિલાને બોલાવી શારીરિક શોષણ કર્યા બાદ પણ લગ્ન કરતા મહિલાને તરછોડી દેવામાં આવી હતી. જ્યાં પોતે શારીરિક શોષણનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થતાં તેણીએ ખટોદરા પોલીસ મથકમાં આ મામલે દોઢ માસ અગાઉ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઝેડ.આર.દેસાઈ.(એસીપી સુરત પોલીસ)

આ પણ વાંચોઃ Pahalgam terrorist attack : ગુજરાતનાં ધાર્મિક સ્થળોની સુરક્ષામાં કરાયો વધારો, પહેલગામ હુમલા બાદ પોલીસ એલર્ટ

પોલીસે આરોપીની મુંબઈથી ધરપકડ કરી

ખટોદરા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે છેલ્લા દોઢ માસથી આરોપી પોલીસ પકડથી ભાગતો ફરતો હતો. દરમિયાન આ ગુનાનો આરોપી મુંબઈ ખાતે છુપાયો હોવાની માહિતી મળતા પોલીસની એક ટીમ મુંબઈ ગઈ હતી. જ્યાંથી આરોપી સુરેન્દ્રનગર બેની ગોપાલ પારેખની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપી મૂળ રાજસ્થાન નો વતની છે અને હાલ મુંબઈ ખાતે કેટરીનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જોકે પોલીસ પૂછપરછ માં તેણે આવી કોઈ હરકત ન કરી હોવાનું જણાવી રહ્યો છે. પરંતુ તેમ છતાં પોલીસ આરોપીની ઊંડાણપૂર્વકની હાલ પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચોઃ Gondal: પાટીદાર આગેવાનો દ્વારા જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કર્યું, જિગીષા પટેલે કર્યો વળતો પ્રહાર, જુઓ વીડિયો

Tags :
Friendship Money SiteGujarat FirstGUJARAT FIRST NEWSKhatodara PoliceLust for MarriageOnline FriendshipSurat news
Next Article