Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : યુવતીની છેડતી મુદ્દે લીંબાયતમાં હત્યા, યુવકના પરિવારે જીવલેણ હુમલો કરતા માહોલ ગરમાયો

Surat ના લીંબાયતમાં યુવતીની છેડતીને લઈ મામલો હત્યા સુધી પહોંચી ગયો છે, એક જ સોસાયટીમાં રહેતા યુવકે યુવતીની છેડતી કરતા યુવતીની માતાએ તેને ઠપકો આપ્યો હતો અને સમગ્ર ઘટનામાં યુવાનના પરિવારે યુવતીના પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં એકનું મોત થયું છે અને બે લોકોને સારવાર માટે ખસેડાયા છે. લીંબાયત પોલીસે છેડતી અને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
surat   યુવતીની છેડતી મુદ્દે લીંબાયતમાં હત્યા  યુવકના પરિવારે જીવલેણ હુમલો કરતા માહોલ ગરમાયો
Advertisement
  • Surat શહેરમાં બની હત્યાની ઘટના
  • છેડતીનો મામલો હત્યા સુધી પહોંચ્યો
  • પોલીસે હત્યા અને છેડતીનો ગુનો નોંધ્યો
  • પરિવારના સભ્યોએ કર્યો અન્ય પર હુમલો
  • યુવતીની માતાએ ઠપકો આપતા મામલો બિચકયો

Surat : સુરતના લિંબાયતમાં (limbayat) હત્યાની (murder) ઘટના બની છે જેમાં યુવતીની તેની જ સોસાયટીમાં (society) રહેતા યુવકે છેડતી કરતા યુવતીની માતાએ (mother) યુવકને ઠપકો આપ્યો અને યુવતીના ઘરે યુવકનો પરિવાર આવી ચડયો અને હુમલો કર્યો હતો જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એકનું સારવાર દરમિયાન મોત થયું છે, ઘટનાની જાણ થતા પોલીસનો (police) કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસનો ધમધાટ શરૂ કર્યો હતો અને હુમલાખોરોની અટકાયત કરી હતી.

લીંબાયતમાં મોડી રાત્રે હત્યા

સુરતના લીંબાયતમાં યુવતીની છેડતી મુદ્દે થયેલ બબાલમાં યુવકની હત્યા કરવામાં આવી છે, યુવતીના પરિવારના સભ્યને ઉતાર્યો મોતને ઘાટ અને લીંબાયતના કમરૂનગર સ્થિત નવી ટેનામેન્ટમાં આ ઘટના બની હતી, ટેનામેન્ટમાં જ રહેતી યુવતીની છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવતા મામલો બગડયો હતો, જે બાદ યુવતીની માતાએ ઠપકો આપવા જતા આરોપીના પરિવારે હુમલો કર્યો હતો અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા,
લીંબાયત પોલીસે છેડતી અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મામલો હજી વણસે નહી તેને લઈ પોલીસની એક ટીમ સ્થળ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Advertisement

surat gujarat first

Advertisement

Surat : સારવાર દરમિયાન એકનું મોત થયું

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી કમરૂનગર નવી ટેનામેન્ટમાં મોડી રાત્રે હિંસક ઘટના બની હતી અને એક જ ટેનામેન્ટમાં રહેતી એક યુવતીની છેડતીના મામલે થયેલી તકરારે હુમલાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. યુવતીની માતા જ્યારે છેડતી બાબતે આરોપીના ઘરે ઠપકો આપવા ગઈ ત્યારે ઉશ્કેરાયેલા આરોપી અને તેના પરિવારે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાંથી એક યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે અને અંતિમવિધી કરાશે.

આ પણ વાંચો : Bhavnagar : રાજુલાથી મતદાન કરવા આવેલા યુવકની અંગત અદાવતમાં હત્યા, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Tags :
Advertisement

.

×