Surat : છેલ્લા 1 વર્ષથી ફરાર લિસ્ટેડ બુટલેગર આખરે ઝડપાયો, નોંધાયેલા છે પ્રોહિબિશનનાં 13 ગુના
અન્ય આરોપીની પૂછપરછમાં લિસ્ટેડ બુટલેગર સંજીતકુમાર ઉર્ફે સંદીપ ચૌધરીનું નામ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
Advertisement
- Surat ક્રાઇમ બ્રાન્ચે લિસ્ટેડ બુટલેગરની વરાછામાંથી કરી ધરપકડ
- છેલ્લા 1 વર્ષથી ફરાર હતો આરોપી, તેની સામે પ્રોહિબિશનનાં 13 ગુના
- અગાઉ ઝડપાયેલા અન્ય આરોપીની પૂછપરછમાં નામ સામે આવતા કાર્યવાહી
- લિસ્ટેડ બુટલેગર સંજીતકુમાર 4 વખત પાસા હેઠળની સજા ભોગવી ચૂક્યો છે
Surat : ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા વરાછા વિસ્તારમાંથી લિસ્ટેડ બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પુણા પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરેલી પિકઅપ વાન સાથે એક શખ્સની ધરપકડ કરાઈ હતી અને રૂ. 9.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ આરોપીની પૂછપરછમાં લિસ્ટેડ બુટલેગર સંજીતકુમાર ઉર્ફે સંદીપ ચૌધરીનું નામ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી છેલ્લા 1 વર્ષથી ફરાર હતો.

