Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Model Case : મોડલની કાર સળગાવવાનો મામલો, હવે પાંડેસરા પોલીસે બે આરોપીની કરી ધરપકડ

પાંડેસરા વિસ્તારમાં ફરિયાદી મોડલનાં બનેવીની મોંઘીદાટ ક્રેટા કારને આરોપીઓ દ્વારા આગ ચંપી દેવામાં આવી હોવાનો આરોપ છે.
surat model case   મોડલની કાર સળગાવવાનો મામલો  હવે પાંડેસરા પોલીસે બે આરોપીની કરી ધરપકડ
Advertisement
  1. મોડલની કાર સળગાવવા મુદ્દે હવે પાંડેસરા પોલીસે બે આરોપીને ઝડપ્યા (Surat Model Case)
  2. કાપડ વેપારીનાં પુત્ર મિતેષ જૈને મોડલની કાર સળગાવી હતી
  3. મિતેષ જૈનના બે સાગરીતોની હવે પાંડેસરા પોલીસે ધરપકડ કરી
  4. પાંડેસરામાં મોડલનાં બનેવીની કારને આગચાંપી કરી હોવાનો આરોપ
  5. અનમોલ રાજપૂત અને સાચુ રાયની પાંડેસરા પોલીસે ધરપકડ કરી

Surat Model Case : સુરતમાં કાપડ વેપારીનાં પુત્ર મિતેશ જૈન દ્વારા મહિલા મોડલની કાર સળગાવવા મામલે મોટા સમાચાર આવ્યા છે. હવે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે વધુ એક ફરિયાદ થતાં પોલીસે મુખ્ય આરોપી મિતેશ જૈનના બે સાગરીતની ધરપકડ કરી છે. પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા વધુ એક ગુનામાં મિતેશ જૈનના બે સાગરીત અનમોલ રાજપૂત અને સાચુ રાયની ધરપકડ કરાઈ છે. પાંડેસરા વિસ્તારમાં ફરિયાદી મોડલનાં બનેવીની મોંઘીદાટ ક્રેટા કારને આરોપીઓ દ્વારા આગ ચંપી દેવામાં આવી હોવાનો આરોપ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પાંડેસરામાં મોડલનાં બનેવીની કારને સળગાવી હોવાનો આરોપ

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક મહિલા મોડલનાં બનેવીની મોંઘીદાટ ક્રેટા કારને આરોપીઓ દ્વારા આગ ચાંપી દેવામાં આવી હતી. આ કેસમાં મોડેલ અને તેમના બનેવી દ્વારા પોલીસ ફરિયાદ થતાં પાંડેસરા પોલીસે કાર્યવાહી કરી મુખ્ય આરોપી કાપડ વેપારીના પુત્ર મિતેશ જૈનનાં બે સાગરીત અનમોલ રાજપૂત અને સાચું રાયની ધરપકડ કરી છે. તપાસ અનુસાર, આરોપીઓની પૂછપરછમાં મિતેશ જૈનનું નામ સામે આવ્યું છે, મિતેશ જૈનના કહેવા પર મોડલનાં બનેવીની કારને સળગાવી હોવાનું ખુલ્યું છે. પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનામાં પણ મિતેશ જૈનની ધરપકડ કરાશે.

Advertisement

આ પણ વાંચો - ટ્રક ભરીને જામનગર જતો 92 લાખનો વિદેશી દારૂ મોરબી જિલ્લામાંથી SMC એ પકડ્યો

વેસુમાં મોડલની કારને પણ સળગાવી! અલથાણમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો

જણાવી દઈએ કે, મુખ્ય આરોપી મિતેશ જૈન વિરુદ્ધ પાંડેસરા, અલથાણ અને વેસુ પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ ગુના નોંધાયા છે. જે પૈકી અલથાણ પોલીસ સ્ટેશનમાં મોડલનાં નામે ફેંક ID બનાવી વાંધાજનક ફોટોઝ સાથે સોશિયલ મીડિયા પર વાઇરલ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે વેસુ વિસ્તારમાં રહેતી મોડલની મર્સિડીઝ કારને પણ આરોપીએ સાગરીતો સાથે મળીને સળગાવી હોવાના આરોપ સાથે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. જે મામલે વેસુ પોલીસે સનકી પ્રેમી મિતેશ જૈન અને તેનાં સાગરીત તનિશ જૈન અને સચ્ચુ રાયની ધરપકડ કરી હતી. આરોપ છે કે મોડલે મિતેશ જૈન સાથે બોલચાલ બંધ કરતા કાર સળગાવી હતી. આરોપી મિતેશ જૈન પોતાની સાથે સંબંધ રાખવા ધાકધમકી આપતો હતો અને 'મારી નહીં તો કોઈની નહીં' તેમ કહી એસિડ એટેક કરી સળગાવી દેવાની ધમકી પણ આપી હોવાનો આરોપ મોડલ દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Valsad : 10 વર્ષીય બાળકીને પેટમાં દુ:ખાવો થયો, એક્સ-રે રિપોર્ટ જોયો તો સૌ ચોંકી ગયા!

મોડલ અને પરિવારજનોની કારમાં GPS સિસ્ટમ ફીટ કર્યાનો પણ આરોપ

પોલીસ ફરિયાદમાં એવો પણ આરોપ છે કે, મોડલ ક્યાં જઇને કોને મળે છે ? સહિતની વિગત જાણવા માટે મોડલ અને તેનાં પરિવારજનોની કારમાં આરોપીએ GPS સિસ્ટમ ફીટ કરી હતી. ફરિયાદમાં આરોપ અનુસાર, આરોપી મિતેશ જૈન મોડલને બદનામ કરવાની ધમકી આપતો હતો. પોલીસ તપાસ મુજબ, આરોપી મિતેષ જૈન ગુનાહિત માનસિકતા ધરાવે છે. અગાઉ વર્ષ 2024 માં ડુમસ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો - Junagadh : કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ ઉમેદવારી નોંધાવી, BJP-AAP અંગે આપ્યું મોટું નિવેદન!

Tags :
Advertisement

.

×