Surat News: એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી, એક પંડાલમાં મૂર્તિને ખંડિત કરાતાં ભક્તોમાં રોષ
- Surat News: ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની વસ્તુઓ ચોર ઉઠાવી ગયા છે
- એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી
- સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા
Surat News: સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી થઇ છે. જેમાં ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની વસ્તુઓ ચોર ઉઠાવી ગયા છે. તથા એક પંડાલમાં મૂર્તિને ખંડિત કરાતાં ભક્તોમાં રોષ છે. શહેરના મહીધરપુરા ગણેશ પંડાલમાં ચોરી અને મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે. તેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં રોકડા રૂપિયા, તાંબાના વાસણો, સહિતના મુદ્દા માલ જપ્ત કર્યો છે. આરોપી આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દતાણી અને સોહીલ સાઈ દતાણીની ધરપકડ કરાઇ છે. જેમાં વધુ પૂછપરછ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.
જાણો શું છે સમગ્ર મામલો
સુરતના મહીધરપુરા વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં આઠ ગણેશ પંડાલનો નિશાન બનાવી ચોરી કરતાં ભક્તોમાં રોષ ફેલાયો છે. મહીધરપુરાના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશ પંડાલમાં ગઈ રાત્રિએ તસ્કરોએ ત્રાટકી ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં કેદ પણ થયા છે. ઘટનાના પગલે ધારાસભ્યો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મહીધરપુર વિસ્તારના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ આઠ ગણેશ પંડાલમાં ચોરીનો પ્રયાસ કરાયો છે.
Surat News: એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી
તસ્કરો અલગ અલગ પંડાલમાંથી ચાંદીની મૂર્તિ, રોકડ રકમ અને પૂજા-અર્ચના માટે રાખવામાં આવેલો સામાન ઉઠાવી ગયા છે. એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી થતાં ભક્તોમાં રોષ ફેલાયો છે. ઘટનાના પગલે ધારાસભ્ય અરવિંદ રાણા અને કાંતિ બલર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. જ્યારે પોલીસના ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓએ પણ ઘટનાસ્થળ પર પહોંચી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.
ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં કેદ થયા
ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં કેદ થયા હોઈ, એના આધારે ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.