Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surat: શહેરમાંથી અફીણ-ગાંજાની ફેક્ટરી ઝડપાઈ, ચણાની આડમાં અફીણની ગોળીઓ કેનેડા મોકલાતી

Surat: શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાંથી NCB દ્વારા અફીણ-ગાંજાની ફેક્ટરી ઝડપાઈ છે. ચણાની આડમાં અફીણની ગોળી બનાવી કેનેડા મોકલવામાં આવતી હતી. વેક્યુમ એરટાઇટ પેકિંગ કરી કુરિયરથી અફીણ મોકલતા હતા. કુલ 40 કિલો અફીણ અમદાવાદ NCB એ જપ્ત કર્યું છે. NRI ના બંધ મકાનમાંથી સમગ્ર રેકેટ ઝડપાયું હતું.
surat  શહેરમાંથી અફીણ ગાંજાની ફેક્ટરી ઝડપાઈ  ચણાની આડમાં અફીણની ગોળીઓ કેનેડા મોકલાતી
Advertisement
  • Surat: વેક્યુમ એરટાઇટ પેકિંગ કરી કુરિયરથી અફીણ મોકલતા
  • કુલ 40 કિલો અફીણ અમદાવાદ NCB એ જપ્ત કર્યું
  • NRI ના બંધ મકાનમાંથી સમગ્ર રેકેટ ઝડપાયું હતુ

Surat: શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાંથી NCB દ્વારા અફીણ-ગાંજાની ફેક્ટરી ઝડપાઈ છે. ચણાની આડમાં અફીણની ગોળી બનાવી કેનેડા મોકલવામાં આવતી હતી. વેક્યુમ એરટાઇટ પેકિંગ કરી કુરિયરથી અફીણ મોકલતા હતા. કુલ 40 કિલો અફીણ અમદાવાદ NCB એ જપ્ત કર્યું છે. NRI ના બંધ મકાનમાંથી સમગ્ર રેકેટ ઝડપાયું હતું.

ઝડપાયેલ આરોપી પરવેઝ દિલ્હીથી અફીણ લાવતો

ઝડપાયેલ આરોપી પરવેઝ દિલ્હીથી અફીણ લાવતો હતો. તેમજ કુરિયરમાં અફીણની ગોળી બનાવી ડિલિવરી કરતો હતો. તથા ઝડપાયેલા આરોપી પરવેઝ માત્ર મીડિયેટર હતો. જેમાં મોટા માથાઓની સંડોવણીની આશંકા જોવા મળી રહી છે. ત્યારે NCB દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

Advertisement

Advertisement

Surat: લાલગેટ વિસ્તારમાં આવેલી યુસુફ બિલ્ડીંગના પાંચમા માળે છાપો માર્યો

ઘટનામા શહેરના લાલગેટ વિસ્તારમાં મોડી રાત્રે અમદાવાદ નાર્કોટિક્સ ટીમે દરોડા પાડીને ગેરકાયદેસર અફીણ અને ગાંજાના ઉત્પાદનની એક ફેક્ટરી ઝડપી પાડી છે. નાર્કોટિક્સ ટીમે બાતમીના આધારે લાલગેટ વિસ્તારમાં આવેલી યુસુફ બિલ્ડીંગના પાંચમા માળે છાપો માર્યો હતો.

ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઈ

દરોડા દરમિયાન, પોલીસે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં અફીણ અને ગાંજાનો જથ્થો તેમજ તેના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રેડ દરમિયાન નાર્કોટિક્સ ટીમે ફેક્ટરી ચલાવતા એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે. પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલ અને આરોપીની પૂછપરછના આધારે આ ડ્રગ્સ ક્યાંથી આવતું હતું અને ક્યાં સપ્લાય થતું હતું, તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સુરતના રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઈ છે. જેમાં NCB દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

આ પણ વાંચો: Ahmedabad: સિગારેટની બાબતમાં થઇ હત્યા, યુવાનને છરીના ઘા મારતા ઘટના સ્થળે મોત

Tags :
Advertisement

.

×