ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : પોલીસને મળી સફળતા, કતારગામ વિસ્તારમાંથી કરોડપતિ ચોર ઝડપાયો

100 થી વધુ ચોરીને અંજામ આપનાર આનંદ કરોડપતિની ધરપકડ પુષ્પકુંજ સોસાયટીમાં ઘર તોડી સોના ચાંદી રોકડની ચોરીને આપ્યો હતો અંજામ. કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે Surat :  સુરતના કતારગામ પોલીસને સફળતા મળી છે. જેમાં...
01:38 PM Apr 04, 2025 IST | SANJAY
100 થી વધુ ચોરીને અંજામ આપનાર આનંદ કરોડપતિની ધરપકડ પુષ્પકુંજ સોસાયટીમાં ઘર તોડી સોના ચાંદી રોકડની ચોરીને આપ્યો હતો અંજામ. કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે Surat :  સુરતના કતારગામ પોલીસને સફળતા મળી છે. જેમાં...
Surat, Police, MillionaireThief, Katargam, Gujarat First

Surat :  સુરતના કતારગામ પોલીસને સફળતા મળી છે. જેમાં કતારગામ વિસ્તારમાંથી કરોડપતિ ચોર ઝડપાયો છે. તેમાં 100 થી વધુ ચોરીને અંજામ આપનાર આનંદ કરોડપતિની ધરપકડ કરવામાં આવી છે. પુષ્પકુંજ સોસાયટીમાં ઘર તોડી સોના ચાંદી રોકડની ચોરીને અંજામ આપ્યો હતો. આનંદ કરોડપતિએ એકલા રાજકોટમાં જ 33 જેટલા ગુનાને અંજામ આપી ચુક્યો છે. કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. તેમજ સીસીટીવીના આધારે કતારગામ પોલીસની ટિમ આરોપી સુધી પહોંચી હતી.

શહેરમાંથી કરોડપતિ ચોરની ધરપકડ કરવામાં આવી

અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાંથી કરોડપતિ ચોરની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલ આરોપીનું નામ હિતેશ જૈન છે. હિતેશ જૈન પોતાના મોજશોખ પૂરા કરવા માટે ચોરી કરતો હતો. આરોપી દ્વારા છેલ્લા 8 વર્ષમાં 130 થી વધુ વાહનોની ચોરીને અંજામ આપ્યો હતો. આ આરોપી અનોખી રીતે ચોરીની યોજના બનાવતો હતો. આરોપી અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાંથી વાહન ચોરી કરતો હતો. ત્યાર બાદ તેનું પેટ્રોલ પૂરું થાય ત્યાં સુધી પોતાની પાસે રાખતો હતો. ત્યાર બાદ તેને બિનવારસી જગ્યાએ છોડી દેતો હતો. તેની પાસેથી ક્રાઈમ બ્રાન્ચે આવા જ 4,70,000 ની કિંમતના 41 વાહનો કબજે કર્યા છે. તો મહત્વનું છે કે આરોપી માત્ર બે થી ત્રણ મિનિટમાં એકટીવા વાહન ચોરી કરી ફરાર થઈ જતો હતો.

આરોપી પાસે અમદાવાદમાં બે કરોડના બે ફ્લેટ છે

જે અંગે અમદાવાદના સાબરમતી, બોડકદેવ, ચાંદખેડા, રાણીપ, સેટેલાઈટ અને ગાંધીનગરના સંખ્યાબંધ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદો દાખલ થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે એચ સિંધવએ જણાવ્યું હતું કે ઝડપાયેલ આરોપી ચોરી કર્યા બાદ વાહનને પીરાણા પાસેના ખુલ્લા પ્લોટમાં મૂકી રાખતો હતો.. જ્યાંથી પોલીસે 30 જેટલા વાહનો કબજે કર્યા છે. તે ઉપરાંત આરોપીને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે વાહનોની બેટરી અને અન્ય સામાન વેચી મોજશોખ પૂરા કરતો હતો. પોલીસ તપાસમા સામે આવ્યુ કે આરોપી પાસે અમદાવાદમાં બે કરોડના બે ફ્લેટ છે. જેમાથી એક ફ્લેટ ભાડે આપ્યો છે. તે ઉપરાંત 3 મહિનામા જ આરોપી એ 70 એક્ટિવા ચોર્યા હોવાની કબુલાત કરી છે. તે આરોપીએ અમદાવાદના બગીચા, મોલ, બસ-સ્ટૉપ અને રેલ્વે સ્ટેશન પાસેથી ચોરી કરી હોવાની કબુલાત કરી છે. આરોપી ખાસ કરીને જૂના અને જેના લોક ઘસાઈ ગયા હોય તેવા વાહનોને ટાર્ગેટ કરતો હોવાનુ સામે આવ્યુ છે.

આ પણ વાંચો: અમદાવાદની ધરતી પર 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, ગુજરાત કોંગ્રેસ યજમાન બન્યું

Tags :
Gujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsKatargamMillionaireThiefpoliceSuratTop Gujarati News
Next Article