Surat : મહિલા PSI સહિત ત્રણ રૂ. 63 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
- Surat નાં કાપોદ્રામાં ACB ની સફળ ટ્રેપ, PSI સહિત 3 લાંચ લેતા ઝડપાયા
- મહિલા PSI સહિત ત્રણ 63 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
- વડોદરા ACB નાં છટકામાં ત્રણેય રંગેહાથ ઝડપાયા હતા
- 63 હજારની રકમ પોતાને આપી દેવા PSI દબાણ કરતા હોવાનો આરોપ
Surat : કાપોદ્રા પોલીસ સ્ટેશનનાં (Kapodra Police Station) મહિલા PSI સહિત ત્રણ લોકોને વડોદરા ACB એ રૂ. 63 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા છે. PSI એ ASI ને કહેતાં વચેટિયો લાંચની રકમ સ્વીકારતો વડોદરા એસીબીનાં (Vadodara ACB) છટકા દરમિયાન ઝડપાયો હતો. ત્રણેયની ધરપકડ કરીને એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : ગણેશ ગોંડલને અલ્પેશ કથીરિયાનો સણસણતો જવાબ! કહ્યું- સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે..!
63 હજારની રકમ પોતાને આપી દેવા PSI દબાણ કરતા હોવાનો આરોપ
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદી વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી, જેની તપાસ મહિલા PSI મધુબેન અમીભાઇ રબારી કરી રહ્યા હતા. આરોપ અનુસાર, મૂળ ફરિયાદીએ હાલનાં ફરિયાદી પાસે નાણા લેવાનાં નીકળતા હતા, આથી બાકીનાં નાણાંમાંથી 63 હજારની રકમ પોતાને આપી દેવા PSI દબાણ કરતા હતા. જો કે, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી વડોદરા ACB નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.
આ પણ વાંચો - Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટને મળ્યા નવા 7 ન્યાયાધીશ, જાણો નામ
PSI એ ASI ને કહેતાં વચેટિયો લાંચની રકમ સ્વીકારતો રંગેહાથ ઝડપાયો
આ મામલે વડોદરા ACB એ (Vadodara ACB) છટકું ગોઠવ્યું હતું અને એસીબીનાં ટ્રેપ દરમિયાન PSI એ ASI ને કહેતાં વચેટિયો લાંચની રકમ સ્વીકારતો રંગેહાથ ઝડપાયો હતો. આ મામલે એસીબીએ PSI મધુબેન અમીભાઇ રબારી, ASI નવનીત જેઠવા અને વચેટિયા માનસિંહ સિસોદિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad: Kankaria Lakefront પર બાલવાટિકામાં રાઇડ્સ માટે ટિકિટનાં નવા ભાવ જાહેર