ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : મુંબઈથી સુરત ટ્રેનમાં MD ડ્રગ્સનાં જથ્થા સાથે બે રીઢા ગુનેગાર ઝડપાયા

આરોપીઓ આ ડ્રગ્સ મુંબઈ સેન્ટ્રલનાં રોહિત ઊર્ફે અલી શેખ પાસેથી લાવ્યા હતા. ડ્રગ્સનો અમુક ભાગ પોતાને માટે રાખવાનો હતો.
05:51 PM Sep 20, 2025 IST | Vipul Sen
આરોપીઓ આ ડ્રગ્સ મુંબઈ સેન્ટ્રલનાં રોહિત ઊર્ફે અલી શેખ પાસેથી લાવ્યા હતા. ડ્રગ્સનો અમુક ભાગ પોતાને માટે રાખવાનો હતો.
Surat_Gujarat_first
  1. મુંબઈથી Surat ટ્રેનમાં મેફેડ્રોન ડ્રગ્સ લાવતા બે આરોપી ઝડપાયા
  2. ઉધના રેલવે સ્ટેશન પરથી ક્રાઈમ બ્રાંચની ટીમે કાર્યવાહી કરી
  3. આરોપીઓ પાસેથી 27.110 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો
  4. ડ્રગ્સની બજાર કિંમત અંદાજે રૂ. 2.71 લાખ હોવાની માહિતી

Surat : સુરતમાં માદક પદાર્થોની હેરાફેરા કરતા અને વેપાર કરતા ઇસમો સામે પોલીસે લાલ આંખ કરી છે. નશાનો કારોબાર કરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ હેઠળ ક્રાઇમ બ્રાંચે (Crime Branch) મુંબઈથી સુરત ટ્રેનમાં મેફેડ્રોન ડ્રગ્સ લાવતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 27.110 ગ્રામ MD ડ્રગ્સ (MD Drugs) જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 2.71 લાખ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ રૂ. 3.01 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Banaskantha : સરહદી વિસ્તારોમાં દસ દિવસે'ય ન ઓસર્યા પાણી, ગેની બેને કહ્યું- સરકારે કામ કર્યું નહીં'ને ખાલી તાળીઓ પડાવી

Surat નાં ઉધના રેલવે સ્ટેશન પર ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી

પ્રાપ્ત મહિતી અનુસાર, ઉધના રેલવે સ્ટેશન (Udhna Railway Station) પરથી ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો ટ્રેન મારફતે ડ્રગ્સનો જથ્થો લઈ મુંબઈથી સુરત તરફ આવી રહ્યા છે. આ બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે (Surat Crime Branch) બ્રાંદ્રા-ઉધના સ્પેશિયલ ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન, બે યુવક 27.110 ગ્રામ MD ડ્રગ્સનાં જથ્થા સાથે ઝડપાયા હતા. જપ્ત કરેલા આ ડ્રગ્સની બજાર કિંમત અંદાજે રૂ. 2.71 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલા આરોપીઓમાં જયદીપ ઊર્ફે જેડી પટેલ અને જિગર સાવલિયા સામેલ છે.

આ પણ વાંચો - Aravalli : મોડાસા-શામળાજી હાઈવેની ખસ્તા હાલત પર કલેક્ટરની કડક કાર્યવાહી, GSRDCના ઈજનેરને નોટિસ

બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, અમરેલીનાં યુવક માટે લાવ્યા હતા ડ્રગ્સ!

ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસ અનુસાર, આરોપીઓ આ ડ્રગ્સ મુંબઈ સેન્ટ્રલનાં રોહિત ઊર્ફે અલી શેખ પાસેથી લાવ્યા હતા. ડ્રગ્સનો અમુક ભાગ પોતાને માટે રાખવાનો હતો. જ્યારે, બાકીનો જથ્થો અમરોલીનાં (Amreli) મહેશ વાઘાણી માટે મંગાવવામાં આવ્યો હતો. સુરતમાં ટ્રેન મારફતે ડ્રગ્સ સપ્લાય થતો હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે. આરોપી જયદીપ પટેલ પર કતારગામ અને સરથાણામાં 5 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં પ્રોહિબિશન, મારામારી, છેડતી અને ધમકીનાં કેસ સામેલ છે. જ્યારે, આરોપી જિગર સાવલિયા પર 7 ગુના નોંધાયેલા છે અને અગાઉ પાસા (PASA) હેઠળ પણ ઝડપાયો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gandhinagar : ઠાકોર સેનાની મોટી બેઠક, અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2025નો રોડ મેપ નક્કી

Tags :
AmreliBandra-Udhna Special TrainGUJARAT FIRST NEWSMD drugsMumbai CentralMumbai to Surat TrainPASASuratSurat Crime Branchsurat crime newsTop Gujarati NewsUdhna railway station
Next Article