Surendranagar SOGએ લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું
- ચુડા તાલુકાના ઝોબાળા ગામમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું
- ગાંજાના વાવેતર સાથે એક આરોપીની કરી ધરપકડ
- લીલા ગાંજાના 10 છોડ જેની બજાર કિંમત 2.86 લાખ
Surendranagar SOG એ લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. જેમાં ચુડા તાલુકાના ઝોબાળા ગામમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. તેમજ ગાંજાના વાવેતર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં લીલા ગાંજાના 10 છોડ જેની બજાર કિંમત 2.86 લાખ છે.
પ્રભુ ઘલવાણીયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કપાસની આડમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરતા હતા.
ચુડા પોલીસે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
ચુડા પોલીસે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી SOG પોલીસે લીલા ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. અગાઉ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સતાપર ગામે ખેડૂતે પોતાના ખાતાવાળી જમીનમાં 34 કિલો ગાંજાનું વાવેતર કરવા બદલનો કેસ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ચાલી જતા અદાલતે આ કેસ આરોપીને ગુનેગાર ઠરાવીને 20 વર્ષની સખત જેલની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે.
શાકભાજીના વાવેતર વચ્ચે એક મોટા ટૂકડામાં ગાંજાના છોડનું વાવેતર
વિગત એવી છે કે જિલ્લાની એસ.ઓ.જી.પોલીસે રેડ પાડતા શાકભાજીના વાવેતર વચ્ચે એક મોટા ટૂકડામાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. છોડમાંથી તીવ્ર વાસ આવતી હોય સ્થળ ઉપર એફ.એસ.એલ.અધિકારીને બોલાવીને પરીક્ષણ કરાયું હતું અને વજન કરતા 34 કિલો થયું હતું.
રેડ દરમિયાન હાજર પંચોએ કેસને સમર્થન આપ્યું નથી
આ કેસ ચાલ્યો ત્યારે આરોપી પક્ષે એવો બચાવ કરાયો કે આ પદાર્થ સાથે માટી અને મૂળિયાનો પણ સમાવેશ થાય છે તેથી વજન 34 કિલો ગણાય નહીં જે સામે સરકારપક્ષે એવી દલીલ થઈ હતી કે નાર્કોટિક્સ એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે માદક પદાર્થમાં જપ્ત થયેલ જથ્થામાં મૂળિયા, માટી કે કોઈ સોલ્યુશન અલગ કરી શકાય તેમ ન હોય તો તેને માદક પદાર્થ જ ગણવાનો રહે છે. તેમજ આ ઉપરાંત રેડ દરમિયાન હાજર પંચોએ કેસને સમર્થન આપ્યું નથી તે દલીલ થઈ હતી જે બાબતને એટલા માટે ગૌણ ગણવામાં આવી કે એફ.એસ.એલ.અધિકારીએ જયારે સ્થળ પર પરીક્ષણ કર્યું હોય ત્યારે તે સ્થળ પર આવેલા ન્હોતા કે પરીક્ષણ કર્યું છે તે ખોટુ છે તે સાબિત કરવાની જવાબદારી આરોપી પક્ષે હોય છે અને આરોપી પક્ષ તે સાબિત કરી શકેલ નથી. જે અન્વયે આરોપીને ગુનેગાર ઠરાવીને સજા ફટકારાઈ હતી.
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં વધુ એક પોન્ઝી સ્કીમનો થયો પર્દાફાશ