Ahmedabad Seventh Day School માં વિદ્યાર્થીની હત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા
- Ahmedabad Seventh Day School સામે ફરિયાદ નોંધવામાં આવશે
- ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેવન્થ સ્કૂલની બેદરકારી બાબતે ફરિયાદ નોંધાશે
- જેમાં ક્રાઈમ બ્રાંચ ફરિયાદ માટે કોર્ટની મંજૂરી લેશે
Ahmedabad Seventh Day School : અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સેવન્થ ડે સ્કૂલ સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેવન્થ સ્કૂલની બેદરકારી બાબતે ફરિયાદ નોંધાશે. જેમાં ક્રાઈમ બ્રાંચ ફરિયાદ માટે કોર્ટની મંજૂરી લેશે. તેમજ અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સંચલાકો ગાયબ થયા છે.
વિદ્યાર્થીની હત્યા બાદ શાળામાં એક પણ જવાબદાર વ્યક્તિ હાજર નહીં
વિદ્યાર્થીની હત્યા બાદ શાળામાં એક પણ જવાબદાર વ્યક્તિ હાજર નહીં. વાલીઓને ધમકાવતા સેવન્થ ડે સ્કૂલના સંચાલકો ગાયબ થયા છે. છેલ્લા 2 દિવસથી વાલીઓ અને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. જેમાં વિરોધના માહોલ વચ્ચે સ્કૂલના કેમ્પસ અને બહાર પોલીસનો બંદોબસ્ત છે. ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં 15 વર્ષીય વિદ્યાર્થી નયન સિંધીની હત્યાના મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે. આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોની સંડોવણી સામે આવી છે, જેમાંથી એકે હત્યા આચરી હોવાનું જણાયું છે. આ હત્યા 13 ઓગસ્ટના રોજ થયેલા ઝઘડાની અદાવતનું પરિણામ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
Ahmedabad Seventh Day School: આરોપી સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી
19 ઓગસ્ટ, 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થી નયન સિંધીને ધોરણ 8ના એક સગીર વિદ્યાર્થીએ થર્મોકોલ કટર (નાની છરી જેવું તીક્ષ્ણ હથિયાર)થી હુમલો કરીને હત્યા કરી હતી. આ હુમલો સ્કૂલના સમય પૂરો થયા બાદ બન્યો, જ્યારે નયન અને આરોપી સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી. નયનને પેટમાં છરીના ઘા ઝીંકાયા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ હાથ ધરી છે અને અત્યાર સુધીમાં 15 લોકોના નિવેદનો નોંધ્યા છે, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકો, સિક્યુરિટી સ્ટાફ, મૃતક નયનના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શીઓનો સમાવેશ થાય છે.
નયન અને આરોપી વચ્ચે પણ બોલાચાલી થઈ હતી
તપાસમાં જાણવા મળ્યું કે હત્યા કરનાર સગીર છેલ્લા એક વર્ષથી થર્મોકોલ કટર પોતાની પાસે રાખતો હતો, જેનો ઉપયોગ તેણે આ હત્યામાં કર્યો. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે 13 ઓગસ્ટ, 2025ના રોજ નયનના પિતરાઈ ભાઈ (સગીર) સાથે આરોપી સગીરનો ઝઘડો થયો હતો, જેમાં નયન અને આરોપી વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. આ ઝઘડો સીડી પર ધક્કો ખાવાની નાની ઘટનાથી શરૂ થયો હતો, જે પાછળથી અદાવતમાં ફેરવાયો. આ અદાવતને કારણે આરોપીએ 19 ઓગસ્ટના રોજ નયન પર હુમલો કરીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
હત્યા કરનાર સગીરના પિતા મૂળ રાજસ્થાનના વતની
હત્યા કરનાર સગીરના પિતા મૂળ રાજસ્થાનના વતની છે અને હાલ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પતંગનો વ્યવસાય કરે છે. આરોપી સગીર શાહઆલમ વિસ્તારમાં તેના નાના ભાઈ, માતા અને પિતા સાથે રહે છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીના પિતા 20 વર્ષ અગાઉ ચોરીના એક કેસમાં પકડાયા હતા, જેનો આ હત્યા કેસ સાથે સીધો સંબંધ નથી. ક્રાઈમ બ્રાન્ચે બે સગીરોને હિરાસતમાં લીધા છે, જેમાંથી એકે હત્યા આચરી હોવાનું કબૂલ્યું છે. બીજા સગીર પર હત્યામાં સહાય કરવાનો આરોપ છે. હત્યામાં વપરાયેલું થર્મોકોલ કટર જપ્ત કરવામાં આવ્યું છે. નયનના પરિવારે આરોપ લગાવ્યો છે કે આ ઘટનામાં કુલ સાત સગીરોની સંડોવણી હોઈ શકે છે, જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: WWE માં પાછા ફરશે દિગ્ગ્જ કુસ્તીબાજો, ચાહકોને સારા સમાચાર