Bhavnagar : વેપારીને હનીટ્રેપમાં ફસાવી પૈસાની કરાતી માંગ, ત્રણ સામે ફરિયાદ
- ભાવનગર શહેરનો એક વેપારી બન્યો હનીટ્રેપનો ભોગ
- એક મહિલા સહિત ત્રણ ઈસમોએ હનિટ્રેપમાં ફસાવ્યો
- વેપારીએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
અવાર નવાર મહિલાઓ દ્વારા પુરૂષોને હનીટ્રેપમાં ફસાવી તેઓને બ્લેક મેઈલ કરવાનાં બનાવો પોલીસ મથકે નોંધાતા હોય છે. આવો જ એક બનાવ ભાવનગર શહેરનાં એક વેપારી સાથે બન્યો હતો. જેમાં વેપારીને એક મહિલા સહિત તેનાં સાગરીતો દ્વારા હનીટ્રેપમાં ફસાવવાની ધમકી આપી હતી. જે બાદ ભોગ બનનાર વેપારીએ નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
ફરિયાદ કરવાની ધમકી આપી
મળતી માહિતી મુજબ ભાવનગર ખાતે રહેતા ભોગ બનનાર શખ્શ થોડા સમય પહેલા એક મહિલાનાં સંપર્કમાં આવ્યો હતો. જે બાદ મહિલા દ્વારા વેપારીને હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. આરોપી અંકિતા પટેલ અને તેનાં પતિ ભાર્ગવ પટેલ અને શક્તિસિંહ નામના શખ્સે હનીટ્રેપનું કાવરતું રચ્યું હતું. જે બાદ અંકિતા પટેલે કામના બહાને વેપારીને વારંવાર ફોન કરી સબંધ ગાઢ બનાવ્યા હતા. તેમજ શારિરીક સબંધ બાંધ્યા બાદ અંકિતા પટેલે બળાત્કારની ફરિયાદ કરવાનું કહી રૂપિયા 10 હજાર પડાવ્યા હતા.
આ પણ વાંચોઃ Aravalli : ભિલોડામાં આદિવાસી ચિંતન શિબિરમાં UCC નો વિરોધ, અન્ય રાજ્યોનાં આદિવાસીઓ પણ શિબિરમાં ઉપસ્થિત રહ્યા
પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી
આરોપી અંકિતા, તેના પતિ ભાર્ગવ પટેલ અને શક્તિસિંહ નામના શખ્સ દ્વારા સમગ્ર મામલો પતાવવા માટે રૂપિયા દસ લાખની માંગ કરી હતી. રકઝક બાદ છેલ્લે પાંચ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. અને પૈસા ન આપે તો વેપારી સામે બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આરોપીઓએ આપી હતી. જે બાદ ભોગ બનનારને આરોપીઓ દ્વારા વેપારીને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ Jamnagar: રીક્ષા ચાલક યુવકની જૂની અદાવતમાં હત્યા, પાંચ શખ્સોની અટકાયત
આરોપીઓ પૈસા લેવા વેપારીની દુકાને ગયા હતા
આરોપીઓ ભાર્ગવ અને શક્તિસિંહ દ્વારા પૈસા લેવા માટે અવાર નવાર વેપારીની દુકાને પણ ગયા હતા. આરોપીઓનાં ત્રાસથી કંટાળી વેપારી પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં વેપારી દ્વારા સઘળી હકીકત પોલીસને જણાવતા પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે આરોપી અંકિતા પટેલ, ભાર્ગવ પટેલ તેમજ શક્તિસિંહ નામનાં શખ્સ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Sugarcane Price: દ.ગુજરાતની સુગર મિલોએ જાહેર કર્યા શેરડીના ટન દીઠ ભાવ