Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : જનોઈ પ્રસંગમાંથી પરત ફરતા પરિવારને ટ્રકે અડફેટે લીધો, સાસુ-વહુના થયા મોત

ગોંડલના વતની સાસુ-વહુના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે
rajkot   જનોઈ પ્રસંગમાંથી પરત ફરતા પરિવારને ટ્રકે અડફેટે લીધો  સાસુ વહુના થયા મોત
Advertisement
  • કોરાટ ચોક પાસે ટ્રકની અડફેટે સાસુ-વહુના થયા મોત
  • ટુ-વ્હીલર પર જઇ રહ્યા હતા સાસુ-વહુ
  • અકસ્માત બાદ ફરાર ટ્રક ચાલકની પોલીસે કરી અટકાયત

Rajkot : રાજકોટના ગોંડલ રોડ પર અકસ્માતમાં બેના મોત થયા છે. જેમાં કોરાટ ચોક પાસે ટ્રકની અડફેટે સાસુ-વહુના મોત થતા ચકચાર મચી છે. સાસુ-વહુ ટુ-વ્હીલર પર જઇ રહ્યા હતા. તેમાં અકસ્માત બાદ ફરાર ટ્રક ચાલકની પોલીસે અટકાયત કરી છે. ગોંડલના વતની સાસુ-વહુના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જનોઇ પ્રસંગે સાસુ-વહુ રાજકોટ આવ્યા હતા.

Advertisement

પ્રસંગ પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે બનાવ બન્યો છે

પ્રસંગ પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે બનાવ બન્યો છે. અકસ્માત બાદ મૃતકના સંબંધીઓમાં ભારે રોષ છે. સંબંધીઓએ હિટ એન્ડ રનની ફરિયાદ લેવા માગ કરી છે. તેમાં હિટ એન્ડ રનની ફરિયાદ નહીં લે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારશે નહીં. ઘટનામાં રાજકોટમાં જનોઈ પ્રસંગમાં હાજરી આપી પરત ગોંડલ જતા સમયે આ અકસ્માત થયો હતો. ટુ-વ્હીલર ઉપર જતા ગોંડલના જ્યોતિબેન મનોજભાઈ બાવનીયા અને પુત્રવધૂ જાહ્નવીબેન બાવનીયાના ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા છે. અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રકચાલકની પોલીસે અટકાયત કરી લીધી છે.

Advertisement

હિટ એન્ડ રનની ફરિયાદ નહિ નોંધે તો અમે મૃતદેહ નહિ સ્વીકારીએ

આ અંગે રઘુવીરભાઈ નિરંજનીએ જણાવ્યું કે, મારા સાઢુભાઈના ઘરે જનોઈ પ્રસંગ હતો. પ્રસંગ પૂર્ણ કરી મારા બીજા નંબરના સાઢુભાઈ જે ગોંડલ રહે છે તે ગોંડલ જવા માટે નીકળ્યા હતા. ગોંડલ હાઇવે પર કોરાટ ચોક પાસે ટ્રાફિક હોવાથી સાઈડમાં હતા, ત્યારે પાછળથી એક ટ્રક આવી હતી, જે બન્નેને કચડીને જતી રહી હતી. બનાવ હિટ એન્ડ રનનો હોવા છતાં શાપર પોલીસ અમારી હિટ એન્ડ રનની ફરિયાદ નોંધી રહી નથી. અમારી રજૂઆત સાંભળી નથી રહી. પોલીસ હિટ એન્ડ રનની ફરિયાદ નહિ નોંધે તો અમે મૃતદેહ નહિ સ્વીકારીએ.

આ પણ વાંચો: Rajasthan : બેગ ઉપાડતી વખતે ધારાસભ્યની આંગળીઓ પર શાહી લાગી અને ACBએ રંગે હાથે ઝડપી પાડ્યા

Tags :
Advertisement

.

×