ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાનાં બનાવમાં સગીર સહિત 3 ની ધરપકડ

શહેરનાં વોર્ડ 17 માં નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા.
09:25 PM Aug 26, 2025 IST | Vipul Sen
શહેરનાં વોર્ડ 17 માં નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા.
Vadodara_Gujarat_first 2
  1. Vadodara ની શાંતિ ડહોળવાનો અસામાજિક તત્વોનો પ્રયાસ
  2. વોર્ડ 17 માં ભગવાન ગણેશજીની સવારી પર કરાયો હુમલો
  3. નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર ફેંક્યા ઈંડા
  4. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 3 આરોપીઓની ધરપકડ કરી
  5. સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ: CP નરસિંમ્હા કોમાર

Vadodara : આવતીકાલે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2025) હોવાથી રાજ્યભરમાં ગણેશોત્સવની ભક્તો દ્વારા ધામધૂમથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા કોમી વિખવાદ ઊભો કરવા અને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. શહેરનાં વોર્ડ 17 માં નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા. આ બનાવ બનતા જ પોલીસની અલગ-અલગ ટીમો આરોપીઓને શોધવા કામે લાગી હતી. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારનું (Narasimha Komar) નિવેદન પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો - Baroda Dairy : ભાવફેર મુદ્દે કલેક્ટર ઓફિસે બેઠક, ચેરમેન દિનેશ પટેલ અને MLA કેતન ઇનામદાર વચ્ચે ચેલેન્જ વોર!

Vadodara માં વોર્ડ 17 માં ગણેશજીની સવારી પર કરાયો હતો હુમલો

વડોદરામાં (Vadodara) વોર્ડ 17 માં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર સંવેદનશીલ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઇંડા ફેંકીને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. મોડી રાત્રે 3 ક્લાકે બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી. પાલિકાનાં દંડક, ભાજપ કોર્પોરેટરો સ્થળ પર દોડી આવ્યા હતા. ધાર્મિક લાગણી દુભાતા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારે કહ્યું હતું કે, ગઈકાલે મંડળની યાત્રા સાથે એક અઘટિત ઘટના ઘટી હતી. ગણેશજીની મૂર્તિ લઈ જતા સમયે ઈંડા ફેંકી હુમલો કરાયો હતો. માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને તપાસ આદરી હતી. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે સિટી પોલીસ સ્ટેશનમાં (City Police Station) ફરિયાદ દાખલ થઈ છે. તપાસને લઈ 8 ઇસમોની અટકાયત કરવામાં આવી છે. ગણતરીનાં કલાકોમાં જ તોફાનીઓને દબોચી લેવામાં આવશે.

આ પણ વાંચો - સુરતના વેલંજા વિસ્તારમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ : 6 શખ્સો ડિટેઇન, 12 ગ્રામ ડ્રગ્સ સાથે સાધનો જપ્ત

CCTV ફૂટેજ તેમ જ હ્યુમન સોર્સિસનાં આધારે 3 આરોપીઓની ધરપકડ

ત્યારે હવે માહિતી મળી છે કે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ આદરી CCTV ફૂટેજ તેમ જ હ્યુમન સોર્સિસનાં આધારે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ 3 પૈકી એક આરોપી એક સગીર વયનો છે. આરોપીઓની ઓળખ સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મન્સૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમંદ ઈર્શાદ કુરેશી તરીકે થઈ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ જો આગળની તપાસમાં અન્ય લોકોના નામ ખુલશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વ આયોજિત કાવતરા અંગે તપાસ ચાલુ છે. આરોપીઓ સામે હજું પણ વધુ કલમનો ઉમેરો કરવામાં આવશે. તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું છે.

આ પણ વાંચો - Rajkot : બી.એ. ડાંગર કોલેજમાં હોમિયોપેથીકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત

Tags :
anti-social elementsCity Police StationCommunal Discordganesh chaturthi 2025GUJARAT FIRST NEWSNirmal Park Yuvak MandalPolice Commissioner Narasimha KomarTop Gujarati NewsVadodaraVMC
Next Article