ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : જૈન દેરાસરોને ટાર્ગેટ કરી કિંમતી સામાનની ચોરી કરતી ગેંગનાં 5 ઝડપાયા

આ 5 આરોપી દાહોદ જિલ્લામાં આસપાસનાં ગામડાનાં રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
09:05 PM Oct 03, 2025 IST | Vipul Sen
આ 5 આરોપી દાહોદ જિલ્લામાં આસપાસનાં ગામડાનાં રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
Vadodara_Gujarat_first main
  1. Vadodara માં જૈન દેરાસરોને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઈ
  2. વડોદરાનાં કંડારીમાં જૈન દેરાસરમાં થઈ હતી ચોરી લાખોની ચોરી
  3. ચાંદીની મૂર્તિ સહિત અંદાજે રૂ. 20 લાખની કરી હતી ચોરી
  4. વડોદરા ગ્રામ્ય પોલીસે 5 આરોપીની કરી ધરપકડ
  5. કુલ 15 લાખ 60 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

Vadodara : વડોદરા પોલીસને મોટી સફળતા મળી છે. શહેરમાં જૈન દેરાસરોને (Jain Derasar) ટાર્ગેટ કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. થોડા દિવસ પહેલા વડોદરાનાં કરજણ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની હતી. આરોપીઓ દેરાસરમાંથી ચાંદીની મૂર્તિઓ, દાગીના સહિત અંદાજે રૂ. 20 લાખની મતા ચોરી ગયા હતા. આ મામલે ઝડપી કાર્યવાહી કરી વડોદરા ગ્રામ્ય પોલીસે (Vadodara Rural Police) 5 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે અમદાવાદનાં જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે.

આ પણ વાંચો - Bharuch : 468 કેસમાં જપ્ત 384 કરોડના 8 હજાર કિલો ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ

જૈન દેરાસરમાંથી લાખોની ચોરી કરનારા 5 ની Vadodara પોલીસે કરી ધરપકડ

વડોદરા જિલ્લાના (Vadodara) કરજણ તાલુકાના કંડારીનાં રાજ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ પાસે આવેલા શાંતિનાથ દિગમ્બર જૈન દેરાસરમાં (Shantinath Digambar Jain Temple) થોડા દિવસ પહેલા ચોરીની ચકચારી ઘટના બની હતી. આ ઘટનામાં આરોપીઓ દેરાસરમાંથી ચાંદીની મૂર્તિઓ, દાગીના સહિતના સામાનની અંદાજે 20 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા. આ મામલે ફરિયાદ થતા વડોદરા ગ્રામ્ય પોલીસે ઝણવટભરી તપાસ કરી દેરાસરને નિશાન બનાવતી ચોર ટોળકીનાં 5 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે કુલ 15 લાખ 60 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે અમદાવાદનાં જૈન દેરાસરમાં થયેલ ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે.

આ પણ વાંચો - Gujarat First ના અહેવાલ પર લાગી મહોર! ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષપદે જગદીશ વિશ્વકર્માની બિનહરીફ, સત્તાવાર જાહેરાત બાકી

પોલીસે કુલ 15 લાખ 60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

વડોદરા ગ્રામ્ય પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ 5 આરોપી દાહોદ જિલ્લામાં આસપાસનાં ગામડાનાં રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીઓની ઓળખ રાહુલ મેડા, વિકેશ મેડા, અરવિંદ ભાભોર, હીરજી બિલવાડ અને નિલેશ પંચાલ તરીકે થઈ છે. આરોપી નિલેશ ચોરી કરેલો માલ રિસીવ કરતો હતો. પોલીસે ટેકનિકલ ટીમ, હ્યુમન સોર્સિસ, સીસીટીવી અને ટાવર ડમ્પથી આરોપીઓને શોધી કાઢ્યા છે. પોલીસે વધુ પૂછપરછ માટે આરોપીઓનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, સુસાઇડ નોટમાં ચોંકાવનારો ખુલાસો!

Tags :
GUJARAT FIRST NEWSJain DerasarKarjanShantinath Digambar Jain Templetheft in Jain TemplesTop Gujarati NewsVadodaraVadodara Crime NewsVadodara Rural Police
Next Article