ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : અંકોડિયા કેનાલમાં યુવક લાપતા, પરિવારને હત્યાની આશંકા

VADODARA : છોકરી મારા ભાઇને જાણતી ના હોવાનું તેણે મને જણાવ્યું હતું. અને બાદમાં તેણે મિત્રની હાજરીમાં ઓળખતી હોવાનો ડોળ કર્યો હતો - પરિજન
12:56 PM Apr 17, 2025 IST | PARTH PANDYA
VADODARA : છોકરી મારા ભાઇને જાણતી ના હોવાનું તેણે મને જણાવ્યું હતું. અને બાદમાં તેણે મિત્રની હાજરીમાં ઓળખતી હોવાનો ડોળ કર્યો હતો - પરિજન

VADODARA : વડોદરાના અંકોડિયામાંથી પસાર થતી કેનાલમાં યુવક લાપતા બનતા તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતા પરિજન દોડી આવ્યા હતા. જે બાદથી યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ઘટના સ્થળ પરથી લાપતા યુવકનો મિત્ર અને એક યુવતિ હોવાનું પરિજનના ધ્યાને આવ્યું હતું. આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની પરિજને આશંકા મીડિયા સમક્ષ વ્યક્ત કરી છે. સમગ્ર મામલે લાપતા યુવકની શોધખોળ કરવાની સાથે ઘટનાના મુળ સુધી પહોંચવા માટે પોલીસે કમર કસી લીધી છે. આગામી સમયમાં આ મામલે શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

ન્હાવા માટે ચપ્પલ બહાર મુકીને અને મોબાઇલ સાથે રાખીને કેવી રીતે જાય..!

મૃતકના પરિજને મીડિયાને જણાવ્યું કે, ઘટના સમયે મારા ભાઇનો મિત્ર અને એક છોકરી હાજર હતા. મને તે બંને પર શંકા છે. તે છોકરી મારા ભાઇને જાણતી ના હોવાનું તેણે મને જણાવ્યું હતું. અને બાદમાં તેણે મિત્રની હાજરીમાં ઓળખતી હોવાનો ડોળ કર્યો હતો. મારી પાસે ઘટના સ્થળના વીડિયો છે. કોઇ ન્હાવા માટે ચપ્પલ બહાર મુકીને અને મોબાઇલ સાથે રાખીને કેવી રીતે જાય..!

ઘરેથી પાંચ મિનિટમાં આવવાનું કહીને નીકળ્યો હતો

મને મારો ભાઇ જોઇએ છે. અમે બિહારના રહેવાસી છે. મારો ભાઇ 9 વર્ષથી અહિંયા રહેતો હતો. મને બે લોકો પર શંકા જાય છે. પહેલા તેમણે મારા ભાઇને બોલાવ્યો હતો, ત્યારે તે ગયો ન્હતો, ગઇ કાલે તેને ફરી બોલાવ્યો ત્યારે તે ઘરેથી પાંચ મિનિટમાં આવવાનું કહીને નીકળ્યો હતો. તે પરીક્ષાનું પેપર આપીને આવ્યો હતો. ત્યાર બાદ તે જમીને મળવા નીકળી ગયો હતો. તે ધો - 11 માં ભણતો હતો, આજે પણ તેનું પેપર હતું.

આ પણ વાંચો --- VADODARA : બંગાળમાં હિંસા મામલે TMC સાંસદના ઘર બહાર કાળી પટ્ટી પહેરી વિરોધ

Tags :
ankodiaboycanalconcerndoingfamilyGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsmissingofsharedVadodaraWrongyoung
Next Article