ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : 8 મહિના બાદ જૈન મંદિરમાં ફરી ચોરી! મૂર્તિઓ, 27 કિલો ચાંદી ચોરાઈ!

મંદિરમાંથી અંદાજિત 40 લાખ ઉપરાંતની ચોરી થતાં કરજણ પોલીસ સ્ટેશનમાં (Karjan Police) ફરિયાદ થતાં તપાસ હાથ ધરાઈ છે.
01:42 PM Sep 19, 2025 IST | Vipul Sen
મંદિરમાંથી અંદાજિત 40 લાખ ઉપરાંતની ચોરી થતાં કરજણ પોલીસ સ્ટેશનમાં (Karjan Police) ફરિયાદ થતાં તપાસ હાથ ધરાઈ છે.
Vadodara_Gujarat_first main
  1. Vadodara માં કરજણ હાઈવે પર જૈન મંદિરમાં ચોરી
  2. રાજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા જૈન મંદિરમાં ચોરીની ઘટનાથી ચકચાર
  3. મૂર્તિઓ સહિત 27 કિલો જેટલી ચાંદીની ચોરી થઈ હોવાનો અંદાજ
  4. અંદાજિત 40 લાખ ઉપરાંતની ચોરીને લઈ ચકચાર
  5. ચોરીની ઘટનાને લઈ કરજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી

Vadodara : વડોદરામાં કરડણ હાઇવે (Kardan Highway) પર આવેલી રાજ ઇન્ડસ્ટ્રીઝ ખાતેનાં જૈન મંદિરમાં ચોરીની ચોંકાવનારી ઘટના બની છે. શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં (hantinath Digambar Jain Temple) ચોરીની ઘટના બનતા ચકચાર મચી છે. મંદિરમાંથી મૂર્તિઓ સહિત 27 કિલો જેટલી ચાંદીની ચોરીનો અંદાજ છે. મંદિરમાંથી અંદાજિત 40 લાખ ઉપરાંતની ચોરી થતાં કરજણ પોલીસ સ્ટેશનમાં (Karjan Police) ફરિયાદ થતાં તપાસ હાથ ધરાઈ છે. 8 મહિના અગાઉ પણ આ જ મંદિરમાં ચોરી થઈ હતી, જેનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો હતો.

આ પણ વાંચો - Rain in Gujarat : ડાયમંડ સિટી સુરતમાં વહેલી સવારથી ધોધરમાર વરસાદ!

 Vadodara માં કરજણ હાઈવે પર જૈન મંદિરમાં ફરી થઈ ચોરી

વડોદરામાં (Vadodara) ફરી એકવાર મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના બની છે. ચોંકાવનારી વાત એ છે જે જૈન મંદિરમાં (Jain Temple) 8 મહિના પહેલા ચોરી થઈ હતી તે જૈન મંદિરમાં ફરી એકવાર ચોરીનો બનાવ બન્યો છે. કરજણ હાઈવે પર આવેલી રાજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા જૈન મંદિરમાં ચોરી થઈ હોવાથી ચકચાર મચી જવા પામી છે. ચોરીની ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો - Rajkot : રીબડાનાં અનિરૂદ્ધસિંહની મુશ્કેલીઓ ફરી વધી! સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો!

મૂર્તિઓ, 27 કિલો ચાંદી સહિત અંદાજિત રૂ. 40 લાખની ચોરીનો અંદાજ

પ્રાથમિક માહિતી અનુસાર, મંદિરમાંથી મૂર્તિઓ, 27 કિલો જેટલી ચાંદી સહિત કુલ અંદાજિત 40 લાખ રૂપિયાની ચોરીનો અંદાજ છે. ચોરીનું પગેરું શોધવા પોલીસે મંદિરનાં CCTV કેમેરા ફૂટેજ અને ડોગ સ્વોડની મદદ લીધી છે. નોંધનીય છે કે, 8 મહિના અગાઉ પણ આજ મંદિરમાં ચોરીની ઘટના બની હતી, જેનો પોલીસે ભેદ ઉકેલાયો હતો. ત્યારે, હવે ફરી એ જ મંદિરમાં ચોરીની ઘટના બનતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Rajkot : ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની હાલત જર્જરિત બસ સ્ટેન્ડ જેવી!

Tags :
gujaratfirst newsjain templeKardan HighwayKarjan PoliceShantinath Digambar Jain TempleTheft in The TempleTop Gujarati NewsVadodaraVadodara Crime News
Next Article