Vadodara : છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ ભાજપ નેતા દિલીપ ગોહિલની દુબઈથી ધરપકડ, જાણો શું છે મામલો?
- વડોદરા (Vadodara) પોલીસે ભાજપ નેતા દિલીપ ગોહિલની ધરપકડ કરી
- ભાજપ નેતા પરાક્રમસિંહ જાડેજા સાથે 1 કરોડની ઠગાઈનો છે આરોપ
- છેલ્લા ઘણા સમયથી BJP નેતા દિલીપ ગોહિલ વોન્ટેડ હતા
- પોલીસે દુબઈથી ભાજપ નેતા દિલીપ ગોહિલની કરી ધરપકડ
વડોદરામાંથી (Vadodara) મોટા સમાચાર આવ્યા છે. વડોદરા પોલીસે ભાજપ નેતા દિલીપ ગોહિલની (Dilip Gohil) ધરપકડ કરી છે. ભાજપ નેતા પરાક્રમસિંહ જાડેજા (Parakramsinh Jadeja) સાથે રૂપિયા 1 કરોડની ઠગાઈનાં આરોપ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપ (BJP) નેતા દિલીપ ગોહિલ વોન્ટેડ હતા. પોલીસે દુબઈથી દિલીપ ગોહિલની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -Surat : પાંડેસરાની હોટેલમાં મહિલા TRB જવાને ગળેફાંસો ખાદ્યો! પરિવારનો ગંભીર આરોપ
ભાજપ નેતા પરાક્રમસિંહ જાડેજા સાથે 1 કરોડની ઠગાઈનો છે આરોપ
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ શિક્ષણ સમિતિનાં પૂર્વ ચેરમેન અને ભાજપનાં નેતા દિલીપ ગોહિલની (Dilip Gohil) વડોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર, દિલીપ ગોહિલ પર છેતરપિંડી કર્યા હોવાનો આરોપ થયો છે. ભાજપનાં જ અન્ય નેતા પરાક્રમસિંહ જાડેજા સાથે રૂપિયા 1 કરોડની ઠગાઈ કર્યાનો દિલીપ ગોહિલ આરોપ થયો છે.
આ પણ વાંચો -7 વર્ષથી અમદાવાદમાં ચૂંટણી/આધાર/પાન કાર્ડનો ધંધો કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરને Gujarat ATS એ પકડ્યો
છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ દિલીપ ગોહિલ દુબઈથી ઝડપાયા
માહિતી અનુસાર, ફરિયાદ બાદ વડોદરા પોલીસે (Vadodara Police) દુબઈથી દિલીપ ગોહિલની ધરપકડ કરી છે અને વડોદરા લાવી મેડિકલ ટેસ્ટ માટે તેમને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી દિલીપ ગોહિલ વોન્ટેડ હતા. આ મામલે વડોદરા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, દિલીપ ગોહિલની ધરપકડ બાદ વડોદરાનાં રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે.