ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : લાંચિયા PF ઇન્સ્પેક્ટરના ઘરેથી રૂ. 2 લાખ રોકડા મળ્યા

VADODARA : ઓનલાઇન નાણાં જમા કરાવ્યા હોવા છતાં પીએફ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બિનોદ શર્માએ સ્પોટ મેમો મોકલી આપ્યો હતો
01:30 PM Mar 27, 2025 IST | PARTH PANDYA
VADODARA : ઓનલાઇન નાણાં જમા કરાવ્યા હોવા છતાં પીએફ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બિનોદ શર્માએ સ્પોટ મેમો મોકલી આપ્યો હતો

VADODARA : કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના નાણાં ઓનલાઇન જમા કરાવીને તેના દસ્તાવેજ કચેરી ખાતે મોકલી આપ્યા હોવા છતાં પીએફ કચેરીના એન્ફોર્સમેન્ટ ઓફિસરે સ્પોટ મેમો ફટકાર્યો હતો. આ મામલે ઇમેઇલ કરી દંડ અને કેસ કરવાની ધમકી આપી રૂ. 50 હજારની માંગણી કરી હતી. જો કે ફરિયાદીએ રકઝક કરતા 40,000 નક્કી કરાયા હતા. સોમવારે કચેરીમાં રૂ. 40,000ની લાંચ સ્વીકારતા એન્ફોર્સમેન્ટ અધિકારી લાંચ રૂશ્વત વિરોધી શાખાના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ત્યાર બાદ લાંચિતા પીએફ અધિકારીના ઘરે તપાસ કરવામાં આવી હતી. જેમાં રૂ. 2 લાખ રોકડા મળી આવ્યા હતા. આ બાદ એસીબીની ટીમોએ લાંચિયાના ભોગ બનનાર અન્ય લોકોની ભાળ મેળવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. (ACB CAUGHT RS. 2 LAKH CASH FROM CORRUPTED PF OFFICE - VADODARA)

બિનોદકુમાર શર્માએ સ્પોટ મેમો મોકલી આપ્યો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર ફેસિલીટી મેનેજમેન્ટનું કામ કરતા વ્યક્તિએ પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પગારના અને પ્રોવિડન્ટ ફંડના નાણાં ઓનલાઇન જમા કરાવ્યા હતા. ઓનલાઇન નાણાં જમા કરાવ્યા હોવા છતાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, રિજિયોનલ ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર (પીએફ ઇન્સ્પેક્ટર) તરીકે ફરજ બજાવતા બિનોદકુમાર હરિકાંત શર્માએ સ્પોટ મેમો મોકલી આપ્યો હતો. જેને પગલે ફરિયાદ અકોટા ખાતે આવેલી તેમની કચેરી ખાતે મળવા માટે ગયા હતા. ત્યારે ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ વીતી ગઇ છે અને તમારે દંડ ભરવો પડશે અને તમારી સામે કેસ થશે. આ કાર્યવાહીમાંથી તમારે બચવું હશે તો તમારે રૂ. 50 હજાર આપવા પડશે તેમ લાંચિયાએ જણાવ્યું હતું.

એન્ટી કરપ્શન બ્યુરોન ટીમે લાંચિયાના ઘરે તપાસ કરી

કેસ અને દંડ કરવાની વાત આવતા ફરિયાદીએ મામલાની પતાવટની વાત કરતા રકઝકને અંતે રૂ. 40 હજાર નક્કી થયા હતા. જેને લઇ ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોવાથી તેમણે લાંચ રૂશ્વત વિરોધી શાખાની વડોદરા કચેરીનો સંપર્ક કર્યો હતો. જે બાદ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને નિર્ધારિત સમયે ફરિયાદી રકમ આપવા માટે ગયા ત્યારે કચેરીમાં હાજર બિનોદકુમાર શર્માને 40,000 સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ એન્ટી કરપ્શન બ્યુરોન ટીમે લાંચિયાના ઘરે તપાસ કરી હતી. જેમાં રૂ. 2 લાખ રોકડા મળી આવ્યા હતા. આ રૂપિયાનો સ્ત્રોત જાણવાની સાથે લાંચિયાથી પીડિત અન્ય લોકોની ભાળ મેળવવાની દિશામાં વધુ તપાસ લંબાવવામાં આવી છે.

આ પણ વાંચો --- VADODARA : ત્રીચી ગેંગ દબોચનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઇ-કોપ એવોર્ડ એનાયત

Tags :
#ACBRaid#PFInspectorbribecaseCorruptionGujaratFirstVadodara
Next Article