ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ઘરમાં ઘૂસી ગળે ટૂંપો દઇને પરિણીતાની હત્યા

VADODARA : લગ્ન બાદમાં તે તેણીને વતન ઉત્તરપ્રદેશથી વડોદરા લઇ આવ્યા હતા. દંપતિ વડોદરા આવ્યા પછી પરિવારમાંથી કોઇ મળવા આવ્યું નથી
09:21 AM Apr 19, 2025 IST | PARTH PANDYA
VADODARA : લગ્ન બાદમાં તે તેણીને વતન ઉત્તરપ્રદેશથી વડોદરા લઇ આવ્યા હતા. દંપતિ વડોદરા આવ્યા પછી પરિવારમાંથી કોઇ મળવા આવ્યું નથી

VADODARA : આજરોજ કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION - VADODARA) માં હત્યાનો ચકચારી ગુનો (MURDER CASE) નોંધાયો છે. જેમાં એક મહિલાને તેના ઘરમાં ઘૂસીને ગળે ટૂંપો દઇને હત્યા કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. આ મામલે મૃતકના પતિ ઘરે પહોંચ્યા ત્યારે તેમની પત્નીએ દરવાજો ખોલ્યો ન્હતો. ત્યાર બાદ તે પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશ્યા હતા. જેમાં પત્નીનો દેહ મળી આવ્યો હતો. અને તેના ગળે ટૂંપો દેવાયો હોવાનું સામે આવ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સમય જતા બીજા નિકાહ કરી લીધા

કરજણ પોલીસ મથકમાં મોહંમદઆરીફ ખાન ફતેમોહંમદ ખાન (રહે. જુના બજાર, ઓવર બ્રિજ, વલી નગરી, કરજણ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ચાર મહિનાથી બીજી પત્ની અફસાના બાનુ સાથે રહે છે. અને હાઇવે પર આવેલી હોટલ રીગલના કમ્પાઉન્ડમાં શિવ મોટર્સમાં કામ કરે છે. આઠ વર્ષ પહેલા તેના પહેલા નિકાહ થયા હતા. બંને વચ્ચે અણબનાવના કારણે તેમણે સમય જતા બીજા નિકાહ કરી લીધા હતા.

મોબાઇલની માંગણી કરતા નવો લઇ આપ્યો

ચાર મહિના પહેલા સંમતિથી ફરિયાદી અને અફસાના બાનુના નિકાહ થયા હતા. બાદમાં તે તેણીને વતન ઉત્તરપ્રદેશથી વડોદરા લઇ આવ્યા હતા. દંપતિ વડોદરા આવ્યા પછી પરિવારમાંથી કોઇ મળવા આવ્યું નથી, અને તેઓ વતન પાછા ગયા નથી. દરમિયાન ફરિયાદીનો સાળો ગુજરાતમાં હોય તો તે મળવા આવતો હતો. તાજેતરમાં અફસાનાએ મોબાઇલની માંગણી કરતા નવો લઇ આપ્યો હતો. બાદમાં ફોનના માધ્યથી દંપતિ એકબીજાના સંપર્કમાં રહેતા હતા. ફરિયાદી સવારે ટીફીન લઇને ઘરેથી કામ પર જવા માટે નીકળી જતા હતા અને રાત્રે પરત આવતા હતા.

ગળાના ભારે ડ્રેસનો દુપટ્ટો ગાંઠ મારેલો વીંટળાયેલો હતો

તાજેતરમાં કામ પર ગયા બાદ ફરિયાદી અને તેમની પત્ની વચ્ચે ફોન પર વાતો થઇ હતી. પત્નીએ તેમને રાત્રે ઘરે વહેલા આવવા માટે જણાવ્યું હતું. ફરિયાદીએ ઘરે જવા માટે નીકળતા પહેલા ફોન કર્યો હતો, પણ તેમણે રીસીવ કર્યો ન્હતો. આખરે ઘરે જઇને દરવાજો ખખડાવતા અંદરથી કોઇ જવાબ આવ્યો ન્હતો. બાદમાં ફરિયાદી પોતાના ઘરના પાછળના ભાગેથી પ્રવેશ્યા હતા. જ્યાં જઇને જોતા રસોડામાં અફસાના પડેલી હતી. અને પંખો ચાલુ હતો. તેના મોંઢામાંથી લોહી નીકળતું હતું. તથા તેના ગળાના ભારે ડ્રેસનો દુપટ્ટો ગાંઠ મારેલો વીંટળાયેલો હતો, અને ફાંસી લાગી હતી. બાદમાં ફળિયામાંથી કોઇએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા. તેમણે આવીને તપાસ કરતા મહિલાને મૃત જાહેર કરી હતી. આખરે ઉપરોક્ત મામલે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો --- VADODARA : પેન્શનના નાણાં બારોબાર ઉપડી જતા નિવૃત્ત તલાટી ચોંક્યા

Tags :
BodyfoundGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshousehusbandinsideMarriedMurderVadodarawoman
Next Article