Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઘરકામ બાબતે ઠપકો આપ્યા બાદથી પત્ની-પુત્રી લાપતા

VADODARA : શિવદયાલ ગયાપ્રદાસ વિશ્વકર્મા (ઉં. 42) તેમના પત્ની અને સાથે રહેતા હતા. અને સુથારી કામ કરીને પરિવારનું જીવન ગુજરાન ચલાવતા હતા
vadodara   ઘરકામ બાબતે ઠપકો આપ્યા બાદથી પત્ની પુત્રી લાપતા
Advertisement
  • વરણામાં પોલીસ મથકમાં આવતી સોસાયટીમાંથી પત્ની અને પુત્રી લાપતા
  • ઘરના મોભીએ પરિવારજનોમાં તપાસ કરતા કોઇ ભાળ મળી ન્હતી
  • આખરે મામલો વરણામાં પોલીસ મથક પહોંચ્યો

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા વરણામાં પોલીસ મથક (VARNAMA POLICE STATION - VADODARA RURAL) માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીને ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. આ ઘટનાના બીજા દિવસે સવારના સમયે પત્ની અને પુત્રી લાપતા બન્યા છે. પરિજનો વચ્ચે તેની શોધખોળ કરવાનો પ્રયત્ન કરતા કોઇ સફળતા મળી ન્હતી. આખરે આ મામલે વરણામાં પોલીસ મથકમાં મીસીંગ પર્સનની ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાત્રીના સમયે ઠપકો આપ્યો, સવારે બંને લાપતા

વડોદરા ગ્રામ્યમાં આવતા પોરના શિવ રેસીડેન્સીમાં શિવદયાલ ગયાપ્રદાસ વિશ્વકર્મા (ઉં. 42) તેમના પરિવાર પત્ની ભાવના વિશ્વકર્મા (ઉં. 39) અને પુત્રી વિશ્વા (ઉં. 10) સાથે રહેતા હતા. તેઓ સુથારી કામ કરીને પોતાનું અને પરિવારનું જીવન ગુજરાન ચલાવતા હતા. તાજેતરમાં 20, એપ્રિલના રોજ રાત્રીના સમયે શિવદયાલે તેમની પત્ની ભાવનાને ઘર કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જે બાદ બીજા દિવસે, 21, એપ્રિલના રોજ માતા અને પુત્રી ઘરેથી ક્યાંક જતા રહ્યા હતા. અને આ અંગે તેમણે કોઇને જાણ કરી ન્હતી.

Advertisement

હેડ કોન્સ્ટેબલને તપાસ સોંપાઇ

ઘરે આવેલા શિવગયાલે તેમની પત્ની અને પુત્રીને શોધવાના અનેક પ્રયત્નો કર્યા છતાં તેમાં કોઇ સફળતા મળી ન્હતી. આખરે તેમણે વરણામાં પોલીસ મથકમાં મીસીંગ પર્સનની ફરિયાદ નોંધાવી છે. જે બાદ વરણામાં પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર અર્જુનભાઇને વધુ તપાસ સોંપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : માંજલપુરમાં શાકમાર્કેટની જગ્યાએ સ્વિમિંગ પૂલ બનાવવાની હિલચાલ

Tags :
Advertisement

.

×