ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પ્લાસ્ટીકના રોલની આડમાં જતો દારૂનો રૂ. 68 લાખથી વધુનો જથ્થો જપ્ત

VADODARA : પેટ્રોલીંગમાં સંયુક્ત બાતમી મળી કે, એક બંધ બોડીના ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હાલોલ તરફ જનાર છે
01:05 PM May 08, 2025 IST | PARTH PANDYA
VADODARA : પેટ્રોલીંગમાં સંયુક્ત બાતમી મળી કે, એક બંધ બોડીના ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હાલોલ તરફ જનાર છે

VADODARA : વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ (VADODARA RURAL - LCB) દ્વારા વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા બાતમીના આધારે દારૂ ભરેલો ટેમ્પો રોક્યો હતો. જેમાંથી રૂ. 68 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ કાર્યવાહીમાં ચાલક ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર વિરૂદ્ધ જરોદ પોલીસ મથક (JAROD POLICE STATION) માં ફરિયાદ નોંધવામાં આવી છે.

એલસીબીની ટીમોએ આસોજ ગામની સિમમાં વોચ ગોઠવી

વડોદરા ગ્રામ્ય પોલીસની એલસીબીની ટીમો પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ત્રણ હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે, એક બંધ બોડીના ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વડોદરાથી હાલોલ તરફ જનાર છે. જેના આધારે એલસીબીની ટીમોએ આસોજ ગામની સિમમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીથી મળતી આવતો ટેમ્પો જણાતા તેને રોકવામાં આવ્યો હતો. ટેમ્પામાંથી એક શખ્સ હાજર મળી આવ્યો હતો. તેણે પોતાનું નામ નાસીર ઇબ્રાહીમ મન્સુરી (રહે. ગ્રીન પાર્ક, ઇન્દોર) હોવાનું જણાવ્યું હતું.

કુલ રૂ. 78.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

બાદમાં ટેમ્પામાં જઇને તપાસતા પ્લાસ્ટીકના રોલની આડમાં વિદેશી દારૂ લઇ જવામાં આવતો હોવાનું સપાટી પર આવ્યું હતું. વિદેશી દારૂના મુદ્દામાલની ગણતરી કરતા તેન કિંમત રૂ. 68.14 લાખ આંકવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યવાહીમાં મોબાઇલ, રોકડા તથા ટેમ્પો મળીને કુલ રૂ. 78.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સુરત પહોંચ્યા બાદ આ ગાડીને હાલોલ ખાતે લઇ જવા જણાવ્યું

જે બાદ ચાલકની આકરી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું કે, જાવેદ (રહે. ઇન્દોર) એ 6, મે ના રોજ ઇન્દોર-રવ હાઇવે પર ઉપરોક્ત ગાડીમાં પેકીંગ કરવાના પ્લાસ્ટીકના રોલની આડમાં વિદેશી દારૂ ભરેલી પેટીઓ ભરી આપી હતી. જેને ગુજરાતના સુરત ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું. સુરત પહોંચ્યા બાદ આ ગાડીને હાલોલ ખાતે લઇ જવા જણાવ્યું હતું. જો કે, દારૂનો જથ્થો ત્યાં પહોંચે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ટેમ્પાના ચાલક અને દારૂ મોકલનાર વિરૂદ્ધ જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો ---- VADODARA : તલાક લખેલી ટપાલ મોકલનાર પતિ સામે ફરિયાદ

Tags :
caughtFROMGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsHugeillegalliquorPlasticpolicerolltempoVadodarawith
Next Article