VADODARA : વ્યાજખોરથી ત્રસ્ત થતા મામલો પોલીસ મથક પહોંચ્યો
VADODARA : વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતા દંપતીએ વ્યાજખોરને રૂ.1.30 લાખ સામે 10% વ્યાજ લેખે રૂ. 2.23 લાખ ચૂકવી દીધા હોવા છતાં પાંચ લાખની રકમ લખીને બાદ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. તે બાદ જો રૂપિયા નહીં આપો તો તમારા મકાનનો દસ્તાવેજ કરી આપો, નહીંતર ધ્યાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપતા હતા. જેથી મહિલાએ વ્યાજખોર સહીત બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. (POLICE COMPLAINT FILED AGAINST PRIVATE MONEY LENDER - VADODARA)
નારાયણ ઉદયસિંહ રાવ પાસેથી 10 ટકા વ્યાજે લીધા
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર નોલેજ સીટી ની સામે સીધેશ્વર હેરિટેજ માં રહેતા પુજાબેન પ્રદિપભાઈ પટેલે ફરીયાદ નોધાવી છે કે પતિ પ્રદીપભાઈ પટેલ સાવલી ખાતે આવેલી ખાનગી કોલેજમાં કેટીન ચલાવતા હતા અને હું પણ ધણી વખત મારા પતિ સાથે મદદમાં જતી હતી. મારા પતિના મિત્ર બાલેન્દ્રપુરી ગોસ્વામી મારફતે વ્યાજનો ધંધો કરતા નારાયણ ઉદયસિંહ રાવ ની ઓળખાણ થઈ હતી. વર્ષ 2017ના નવેમ્બર મહિનામાં રૂ.30 હજારની જરૂર પડતા નારાયણ ઉદયસિંહ રાવ પાસેથી 10 ટકા વ્યાજે લીધા હતા. રૂ. 3000 પહેલો હપ્તો તથા ફાઈલ ચાર્જના 2000 રૂપિયા એમ રૂ. 5000 કાપી લઇ રૂ. 25,000 આપ્યા હતા. જેમાં અમારે રોજ નો 2000 નો હપ્તો આપવાનુ નક્કી થયું હતું. તે રીતે રોજે રોજ આ પૈસા રોકડેથી નારાયણ ઉદયસિંહ રાવનો માણસ બાલેન્દ્રપુરી ગોસ્વામી અમારા ઘરે આવીને પૈસા લઈ જતો હતો. અમે રોકડા ચૂકવ્યાની ડાયરીમાં તારીખ વાઈઝ નોંધ કરી સહિ કરી આપતો હતો.
પતિ-પત્નીના બે સહિવાળા કોરા ચેક લઈ લીધા
ત્યારબાદ થોડા સમય પછી અમારે ફરીથી પૈસાની જરૂરીયાત ઉભી થતા રૂ. 1 લાખની માંગણી કરતા નારાયણ ઉદયસિંહે અમને રૂપિયા 10 ટકાના વ્યાજે નક્કી કરી ચેક લીધા હતા અને તેના પણ રોજે રોજ 2 હજાર લેખે આપવાનુ નક્કિ કરી બાલેન્દ્રપુરી અમારી પાસેથી રોકડા લઈ જતો હતો. તે બાદ અમે લીધેલ એક લાખ રૂપિયા પેટે અમારી પાસેથી પતિ-પત્નીના બે સહિવાળા કોરા ચેક નાયણ ઉદયસિંહ રાવે લઈ લીધા હતા અને થોડા દિવસ પછી નારાયણ રાવ એક સ્ટેમ્પ પેપર ઉપર અરસ પરસનો સમજુતી કરાર તૈયાર કરી અમાસ ઘરે આવી અમો પતિ પત્નીની સહિઓ લીધી હતી.
રૂ. 2.23 લાખ રોકડે ઓનલાઇન મળી રાખી ચૂકવી દીધા
તે વખતે મે આ સમજુતી કરારની ઝેરોક્ષની માંગણી કરેલ પરંતુ મને આપેલ નહિ, અને મારી અરજીની તપાસ દરમ્યાન આ નારાયણ રાવને બોલાવેલ તે વખતે તેણે સમજુતી કરારની નકલ રજુ કરી હતી. આ સમજુતી કરારમાં રૂ.5 લોખ આપેલ હોવાની વિગત તેમજ રૂપીયા પરત ન આપીએ તો અમારૂ સિધેશ્વર હેરીટેજ વાળુ પેન્ટહાઉસ લખી લીધેલ હોવાનું જાણવા મળ્યું હતું. અમોએ નારાયણરાવ પાસેથી લીધેલા એક લાખના બદલામાં રૂ. 2.23 લાખ રોકડે ઓનલાઇન મળી રાખી ચૂકવી દીધા છે. વર્ષ 2021માં મારા પતિ પ્રદિપ પટેલ સાથે આ નારાયણ રાવ તથા બાલેન્દ્રપુરીએ ગોલી સેવાસી રોડ ઉપર વેજ ટ્રીપના નામથી પંજાબી જમવાની હોટલ અને ફતેગંજ ખાતે કેફે ભાગીદારીમાં ચાલુ કરી હતી અને સાઇડમાં કેટરીંગનુ કામ ભાગીદારીમાં કરતા હતા. જેથી સને ૨૦૨૧ પછી ધંધાથે એકબીજા રોકડ તેમજ બેંક દ્વારા અવાર નવાર રૂપીયાની લેવડ દેવડ થતી હતી.
પતિ ઘર છોડી જતા રહ્યા છે
વ્યાજે લીધેલા રૂપિયા નારાયણ રાવ તથા બાલેન્દ્રપુરીને વ્યાજ સહિત પરત આપી દિધેલ હોવા છતા વર્ષ 2024 ના એપ્રિલ મહિનામાં નારાયણ રાવે મારા તથા મારા પતિના સહિવાળા કોરા ચેકોમાં રકમ ભરી બેંકમાં નાખી બાઉન્સ કરાવી કોર્ટમાં અમારા વિરૂધ્ધ ખોટી ફરીયાદ કરી વધુ વ્યાજ વસુલવા અવાર નવાર અમારા ઘરે આવી અમને વધુ રૂપીયા આપવા અને નહિ આપો તો મકાનનો દસ્તાવેજ કરી આપવા અને જો દસ્તાવેજ નહિ કરી આપો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. જેથી તેમના માનસીક ત્રાસના લીધે મારા પતિ ઘર છોડી જતા રહ્યા છે અને આજ સુધી તેમનો પતો લાગ્યો નથી. જેથી પોલીસે વ્યાજખોર સહિત બે લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો --- VADODARA : સમામાં પાણીના વિરોધ ટાણે પોલીસ કાર્યવાહીની તપાસ સોંપાઇ