Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : PCR વાન આગળ રીલબાજી ભારે પડી, યુવકે કાન પકડી માફી માંગી

VADODARA : વડોદરામાં પીસીઆર વાન આગળ રીલ બનાવીને સોશિયલ મીડિયામાં લોકોને બતાવી દેવાના ચક્કરમાં યુવકને પોલીસનું તેડું આવ્યું હતું
vadodara   pcr વાન આગળ રીલબાજી ભારે પડી  યુવકે કાન પકડી માફી માંગી
Advertisement

VADODARA : વડોદરામાં યુવકને પોલીસની પીસીઆર વાન આગળ રીલબાજી કરવું ભારે પડ્યું છે. પીસીઆર વાન આગળ રીલ બનાવીને સોશિયલ મીડિયામાં લોકોને બતાવી દેવાના ચક્કરમાં યુવકને રાવપુરા પોલીસનું તેડું આવ્યું હતું. રાવપુરા પોલીસ મથકમાં યુવકને લાવ્યા બાદ તેણે કાન પકડીને પોતે કરેલા કૃત્ય અંગે માફી માંગી લીધી હતી. દિવસેને દિવસે સોશિયલ મીડિયાનું ચલણ વધતા આ પ્રકારના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે કડક હાથે કાર્યવાહી જરૂરી બની હોવાની લોકમાંગ ઉઠવા પામી છે. (POLICE TAKE ACTION AGAINST YOUNG BOY AFTER VIRAL VIDEO OF PCR VAN AHEAD WALK - VADODARA)

વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી

વડોદરામાં ખોટી રીતે રીલબાજી કરવાના અનેક કિસ્સાઓ સપાટી પર આવતા પોલીસ કાર્યવાહી કરે છે. પરંતુ આ પ્રકારના કિસ્સાઓ અટકાવવામાં જોઇએ તેવી પોલીસને સફળતા મળી નથી. તાજેતરમાં સાહિલ ખારવા નામના યુવકે એસીપીની કાર આગળ વીડિયો બનાવ્યો હતો. અને સોશિયલ મીડિયામાં છવાઇ જવા માટે તેણે મુક્યો હતો. આ વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. અને યુવકને શોધી કાઢીને રાવપુરા પોલીસ મથક લાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર અપલોડ કરેલી રીલમાં જે હીરોગીરી જણાતી હતી, તે પોલીસ મથક આવતા જ નીકળી ગઇ હતી.

Advertisement

મારી ભૂલ થઇ છે

પોલીસ મથકમાં સાહિલ ખારવાએ કાન પકડી લીધા હતા. અને માફી માંગતા જણાવ્યું કે, આજથી 6 મહિના પહેલા મેં વીડિયો બનાવ્યો હતો. અને તેને એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. જેમાં પોલીસની ગાડી પાછળ હતી. આમાં મારી ભૂલ થઇ છે. ભૂલચૂક બદલ હું માફી માંગું છું.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : પાણી માટે અધિકારીઓએ કોન્ટ્રાક્ટરના નંબર પકડાવી હાથ અદ્ધર કર્યા

Tags :
Advertisement

.

×