ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ડિલીવરીના ડેસ્ટીનેશન સુધી પહોંચે તે પહેલા જ રૂ. 22 લાખનો વિદેશી દારૂ જપ્ત

VADODARA : કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, આઇસર ટેમ્પો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી રહ્યો છે
02:08 PM Mar 29, 2025 IST | PARTH PANDYA
VADODARA : કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, આઇસર ટેમ્પો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી રહ્યો છે

VADODARA : વડોદરા જિલ્લામાંથી દારૂની હેરાફેરી સહિતની ગતિવિધીઓ અટકાવવા માટે ગ્રામ્ય એલસીબી સતર્ક રહે છે. તાજેતરમાં સંયુક્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રૂ. 22 લાખનો વિદેશી દારૂનો જથ્થો બંધ બોડીના આઇસર ટેમ્પામાંથી પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે આરોપી ચાલકની અટકાયત કરી છે. (VADODARA RURAL LCB CAUGHT TEMPO CARRYING ILLEGAL LIQUOR)

અમદાવાદ તરફ જવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી

વડોદરા ગ્રામ્ય એલસીબી પ્રોહીબીશના કેસો પકડી પાડવા માટે સતત સતર્ક રહે છે. તાજેતરાં એલસીબીના પીએસઆઇ અને ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, એક બંધ બોડીનો આઇસર ટેમ્પો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી રહ્યો છે. બાતમીના આધારે ભારતમાલા હાઇવે પર વડોદરાથી અમદાવાદ તરફ જવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બતમીથી મળતો ટેમ્પો જણાઇ આવતા તેને કોર્ડન કરીને તેને રોકવામાં આવ્યો હતો.

દારૂ, ટેમ્પો, મોબાઇલ અને જીપીઆરએસ ડિવાઇઝ જપ્ત કર્યા

ટેમ્પામાં એક માત્ર ચાલક મળી આવ્યો હતો. તેનું નામ અશોકકુમાર ભગવાનરામજી ખીલેરી (બિશ્નોઇ) (રહે. ધોરીમના, અજાણી ચોરી ઢાણી, બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ આઇસર ટેમ્પામાં તપાસ કરતા 531 નંગ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેની કિંમત રૂ. 22 લાખ આંકવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસે ટેમ્પો, મોબાઇલ અને જીપીઆરએસ ડિવાઇઝ જપ્ત કર્યા છે. જે તમામ મળીને કુલ. રૂ. 32.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે કરજણ પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ નોંધવામાં આવ્યો છે.

અમદાવાદ ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું

આરોપી ચાલકની એલસીબી દ્વારા કડકાઇ પૂર્વક પુછપરથ કરવામાં આવતા તેણે જણાવ્યું કે, પુનારામ ધોકલારામ ગોદારા એ કર્ણાયક હુબલીના કિષ્ણાભાઇ નામના વ્યક્તિનો સંપર્ક કરાવીને કર્ણાટકના હુબલી હાઇવે પરથી આઇસર ગાડી આપી હતી. અને મનોહરલાલ ને રસ્તો બતાવીને અમદાવાદ ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું. જો કે, દારૂનો જંગી જથ્થો તેના ડિલીવરીના ડેસ્ટીનેશન સુધી પહોંતે તે પહેલા જ ગ્રામ્ય એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો --- VADODARA : વાઘોડિયામાં હિટ એન્ડ રન, ડમ્પરની અડફેટે બાળકીનું મોત

Tags :
accusedarrestedcarryingcaughtGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsillegalliquoronePCBruraltempoVadodara
Next Article