Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દુષ્કર્મના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

VADODARA : સામેથી એક બાઈક પર ત્રણ સવારોએ યુવતીને બાઈક અથાડી પાડી દીધી હતી તે બાદ તેનો મોબાઇલ ઝૂંટવીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા
vadodara   દુષ્કર્મના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
Advertisement

VADODARA : સાવલીની સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ - 2022 માં જરોદ પોલીસ મથકે નોંધાયેલ દુષ્કર્મનાં ત્રણ આરોપીઓને આજીવન કેદ સાથે રૂ. 1 લાખ દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. સાથે જ જિલ્લા પોલીસવડા અને સમાજ કલ્યાણ ખાતુ ભોગ બનનારની મુલાકાત લે અને તેનો જીવન સારી રીતે અને ભયમુક્ત રીતે ગુજારે તેવી વ્યવસ્થા કરવા માટે પણ સૂચન કર્યું છે. (SAVLI COURT SLAP LIFE IMPRISONMENT TO RAPE CASE ACCUSED - VADODARA)

Advertisement

યુવતીને ઉંચતીને ઝાડી-ઝાંખરામાં લઇ જઇ છરો બતાવ્યો

વર્ષ - 2022 માં જરોદ પોલીસ મથક વિસ્તારમાં પીડિતા યુવતી રાત્રે દસ વાગ્યાના અરસામાં તેના ઘરેથી નીકળી જરોદ- વડોદરા હાઇવે રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર ચાલતી હતી. તેવામાં સામેથી એક બાઈક પર ત્રણ સવારોએ યુવતીને બાઈક અથાડી પાડી દીધી હતી તે બાદ તેનો મોબાઇલ ઝૂંટવીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ થોડીવારમાં ફરીથી ત્રણેય બાઈક સવારોએ પાછા આવી, યુવતીને ઊંચકીને લઇ જઇ હાઈવે નજીકની ઝાડી ઝાંખરા નાળા વાળી જગ્યાએ છરો બતાવી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને અન્ય આરોપીઓ પણ યુવતી સાથે દુષ્કર્મ કરવાની તૈયારીમાં હતા.

Advertisement

અન્ય યુવકને જોતા હવસખોરો નાસી છૂટ્યા

તે દરમિયાન ભોગ બનનારે બૂમાબૂમ કરી મુકી હતી. આ બૂમો સાંભળી પસાર થતા યુવકે તે દિશામાં પીછો કર્યો હતો. અને સ્થળ પર આ યુવકો સાથે ઝપાઝપી થઈ હતી. જેથી હવસખોરો સ્થળ પર છરો અને બાઇક મૂકી ભાગી ગયા હતા. જે મામલે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી હતી. અને તેઓ વિરુદ્ધ ગુનાની તપાસમાં પુરાવાઓ એકત્રિત કરી સાવલી ની સેશન કોર્ટમાં રજુ કર્યા હતા.

કુદરતી રીતે જીવે ત્યાં સુધીની સજા

આ કેસ નામદાર સેશન કોર્ટના જજ જે એ ઠક્કર ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપીઓને કસુરવાર ઠેરવ્યા હતા. આ ગુનામાં ત્રણેય આરોપીઓ સંજય ભાનુભાઇ ચુડાસમા, પ્રવીણ ઉર્ફે ચીકુ અર્જુનભાઈ સોલંકી, અને વિઠ્ઠલ ઉર્ફે અજય ભાણજીભાઈ સોલંકીને (રહે. સુરત) આજીવન કેદની સજા, એટલે કે કુદરતી રીતે જીવે ત્યાં સુધીની સજા તેમજ એક લાખનો દંડ ફટકાર્યો હતો. સ્ત્રી સુરક્ષા માટે આ મહત્વનો ચુકાદો છે.

આરોપીઓ આવા ગુના આચરતા સો વાર વિચાર કરશે

સાથે કોર્ટે અવલોકન કર્યું હતું કે, આ ચુકાદા થી ગેંગરેપના આરોપીઓ આવા ગુના આચરતા સો વાર વિચાર કરશે અને મહિલાઓ નિર્ભય બનીને સમાજમાં ફરશે. તેમજ જિલ્લા પોલીસવડા અને સમાજ કલ્યાણ ખાતુ ભોગ બનનારની મુલાકાત લે અને તેનો જીવન સારી રીતે અને ભયમુક્ત રીતે ગુજારે તેવી વ્યવસ્થા કરવા માટે પણ સૂચન કર્યું છે. આ ચુકાદામાં નામદાર કોર્ટે ગેંગરેપની પીડીતા ને ગુજરાત વિકટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ રૂ. 7 લાખ ચૂકવવા ભલામણ કરી છે. તેમજ આરોપીઓ જે રકમ કોર્ટમાં જમા કરાવે તે પણ ભોગ બનનારને વળતર તરીકે આપવા ભલામણ કરવામાં આવી છે.

આ પણ વાંચો --- VADODARA : હોટલ, શાળા, ખાનગી કંપની બાદ કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી મળી

Tags :
Advertisement

.

×