Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સામાજીક કાર્યકરને લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે ધમકી

VADODARA : સોશિયલ મીડિયાના માધ્યમથી શહેરના જાણીતા સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસને ગૌતમ પટેલ નામની આઇડી પરથી મેસેજ આવ્યો હતો.
vadodara   સામાજીક કાર્યકરને લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે ધમકી
Advertisement

VADODARA : વડોદરાના જાણીતા સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસને સોશિયલ મીડિયાના માધ્યમથી કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગ્રુપના નામે જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. સ્વેજલ વ્યાસ અવાર-નવાર સરકાર વિરૂદ્ધ બોલે છે, અને સોશિયલ મીડિયા પર લખે છે. સરકારનો વિરોધ બંધ કરવાના નામે આ ધમકી આપવામાં આવી હોવાનું હાલ સપાટી પર આવ્યું છે. આ અંગે સ્વેજલ વ્યાસ દ્વારા શહેર પોલીસ કમિશનરને જાણ કર્યા બાદ સ્થાનિક ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગૌતમ પટેલ નામના ઇન્સ્ટાગ્રામ આઇડી ધારક તરફથી આ ધમકી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. (SOCIAL WORKER SWEJAL VYAS RECEIVES THREAT FROM LAWRENCE BISHNOI GANG - VADODARA)

વીડિયો અપલોડ કરવાનું ભૂલી જવા માટે જણાવ્યું

તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શહેરના જાણીતા સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસને ગૌતમ પટેલ નામની આઇડી પરથી મેસેજ આવ્યો હતો. જેમાં સરકાર વિરૂદ્ધ લખવા બોલવા અંગે અને વીડિયો અપલોડ કરવાનું ભૂલી જવા માટે જણાવ્યું હતું. ગૌતમ પટેલ પોતે લોરેન્સ બિશ્નોઇ ગ્રુપથી જોડાયેલો હોવાનો દાવો કર્યો હતો. અને 24 કલાકમાં જ સ્વેજલ વ્યાસને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

Advertisement

ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી

આ ઘટના સામે આવતા સ્વેજલ વ્યાસ શહેર પોલીસ કમિશનરને મૌખિત રજુઆત કરવા પહોંચ્યા હતા. ત્યાર બાદ આ મામલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલાની તપાસ તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ આઇડી ધારક અંગે માહિતી આપનારને સ્વેજલ વ્યાસ દ્વારા ઇમાનની જાહેરાત કરી હતી. તે બાદ તેની ભાળ મળી હતી. આ યુવક મુળ કરજણનો છે, અને હાલ તે યુકે-લંડનમાં હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ટુ-વ્હીલર પર જતા અછોડો તુટ્યો, રોડ પર પટકાતા વૃદ્ધાનું મોત

Tags :
Advertisement

.

×