VADODARA : ત્રીચી ગેંગ દબોચનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઇ-કોપ એવોર્ડ એનાયત
VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ્યભરમાં ગીલોલથી કારના કાચ તોડીને હાથફેરો કરતી તમિલનાડુની ત્રીચી ગેંગના એક ડઝન આરોપીને પકડી પાડીને બે ડઝનથી વધુ ગુનાઓ ઉકેલી કાઢ્યા હતા. આ પ્રકારે ઉત્કૃષ્ટ અને ઉમદા કામગીરી કરનાર વડોદરા ક્રાઇમ બ્રાન્ચના 7 જવાનોને રાજ્યના ડીજીપી વિકાસ સહાયના હસ્તે ઇ-કોપ એવોર્ડ આપવામાં આવ્યો છે. (VADODARA POLICE AWARDED WITH E-COP AWARD BY DGP, GUJARAT) જે વડોદરા પોલીસ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ માટે મોટી વાત છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ જટીલ કેસો ઉકેલવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. (VADODARA CRIME BRANCH NABBED TRICHY GANG INVOLVED IN THEFT)
રીઢા 12 આરોપીઓને દબોચી લીધા
વડોદરા સહિત દેશભરમાં કારના કાચ તોડીને ચોરીની ઘટનાઓ વધી રહી હતી. આ ઘટનાને તમિલનાડુની ત્રીચી ગેંગ દ્વારા અંજામ આપવામાં આવતો હતો. આ ટોળકી ગીલોલની મદદથી કારના કાચ તોડીને કિંમતી વસ્તુઓ તફડાવી લેતી હતી. અથવા તો કાર ચાલકની નજર ચૂકવીને હાથફેરાને અંજામ આપતી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્રીચી ગેંગના રીઢા 12 આરોપીઓને દબોચી લીધા હતા. તેમની પાસેથી લેપટોપ, મોબાઇલથી લઇને દાગીના અને રોકડા મળી આવ્યા હતા. જે તમામની કુલ કિંમત રૂ. 10.05 લાખ આંકવામાં આવી હતી.
સ્મૃતિ ચિન્હ અને પ્રમાણપત્ર એનાયત
ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રીચી ગેંગને દબોચતા 25 જેટલા ગુનાના ભેદ ઉકેલાયા હતા. આ મામલે ઉત્કૃષ્ટ અને ઉમદા કામગીરી કરનાર પોલીસ જવાનોની રાજ્યના ડીજીપી વિકાસ સહાયના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે. તેમને ઇ-કોપ એવોર્ડ અંતર્ગત સ્મૃતિ ચિન્હ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે.
સન્માનિત થનાર પોલીસ જવાનોના નામ
- પી. એમ. ધાખડા (પીએસઆઇ)
- આર. એન. બારૈયા (પીએસઆઇ)
- હમીરભાઇ મખાભાઇ (હેડ કોન્સ્ટેબલ)
- મોહીતરાજસિંહ હરૂભા (હેડ કોન્સ્ટેબલ)
- કિશોરભાઇ રણજીતભાઇ (હેડ કોન્સ્ટેબલ)
- સંજય ગાંડાલાલ (પોલીસ કોન્સ્ટેબલ)
- સુરેશ રણછોડભાઇ (પોલીસ કોન્સ્ટેબલ)
આ પણ વાંચો --- VADODARA : મંજુસરની AMS કંપનીમાં ભીષણ આગ, લાશ્કરોએ બાજી સંભાળી