VADODARA : ઘર પાસે ગલીમાં રમતી દિકરીની જાતીય સતામણીનો પ્રયાસ
VADODARA : સંસ્કારી નગરી વડોદરામાં વધુ એક વખત ઘર પાસે ગલીમાં રમતી દિકરીની છેડતી કરવામાં આવી હોવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે સ્થાનિકોને જાણ થતા તેઓ એકત્ર થઇ ગયા હતા. અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર આવીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ગોત્રી પોલીસ મથકમાં પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. (UNDERAGE GIRL FACE HARASSMENT OVER NEGLIGIBLE ISSUE - VADODARA)
રમતા રમતા દિકરીની કોણી આરોપીને અડી ગઇ
વડોદરામાં ફરી એક વખત શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શહેરના ગોત્રી પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રામવીર બ્રજમોહન ગૌતમ રહે કન્ધરતલા નૌબસ્તા, માલ લખનૌ, ઉત્તરપ્રદેશ સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગતસાંજે સોસાયટીની ગલીમાં ઘર પાસે એક સગીર દિકરી ફૂલ રેકેટ રમતી હતી. તે વખતે રમતા રમતા દિકરીની કોણી આરોપીને અડી ગઇ હતી. નજીવી વાતને ભૂલી જવાને બદલે આરોપીએ હલકુ વર્તન કર્યું હતું.
જાતીય સતામણીની કુચેષ્ઠાઓ કરી
ઘટના બાદ આરોપીએ દિકરીનો હાથ મચકોડી કાઢીને જાતીય સતામણીની કુચેષ્ઠાઓ કરી હતી. અને ત્યાર બાદ ધક્કો મારી દીધો હતો. આ ઘટના અંગે પીડિત દિકરીએ પોતાના માતા-પિતાને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. વાત જાણતા આસપાસના લોકો પણ એકઠા થઇ ગયા હતા. અને બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી. અને આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો --- VADODARA : ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને મુંબઇ એરપોર્ટથી દબોચતી ક્રાઇમ બ્રાન્ચ